રોહિત સમાજ નું ગૌરવ : પિતાએ મજુરી કરી ભણાવ્યો, પુત્રએ ફાઈન આર્ટસ કોલેજમાં પેઈન્ટીગ વિષયમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

May 30, 2022
ગરવી તાકાત પાલનપુર :મન હોય તો માળવે જવાય.. આ કહેવતને સાર્થક કરતો મજાદર ગામનો યુવાન કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતા પણ માં બાપ ના સપના પુરા કરવા માટે અથાગ મહેનત કરી પોતાની રૂચીના વિષય પેઇન્ટીગમાં યુનિવર્સિટીમાં અવ્વલ આવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
વડગામ તાલુકાના મજાદર ગામ ખાતે રાહતપરા વિસ્તારમાં રહેતાં અને ખેતમજૂરી કરી ગુજરાન કરતાં ધર્માભાઈ બાવળેચાના સૌથી નાના પુત્ર અર્જુન બાવળેચાએ ૨૦૧૪ માં પોતાની રૂચી મુજબ ઉત્તર ગુજરાતની એકમાત્ર એમ.એ.પરીખ ફાઈન આર્ટસ કોલેજ પાલનપુરમાં પેન્ટીગ વિભાગમાં એડમિશન લીધેલું અને તેમના પરિવાર તથા તેમના પ્રોફેસર નરેન્દ્ર પટેલ અને વૈશાખી પટેલની ગાઈડલાઈન મુજબ  ખૂબ મહેનત કરી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ૨૦૧૮ ની બેચ માટે ગોલ્ડમેડલ માટે પસંદગી પામેલા
જેમાં તેમને તા.૨૭-૫-૨૦૨૨ ને શુક્રવાર ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી, ડો.નાથાલાલ પટેલ, ઋષિકેશ પટેલ, કિર્તિસિંહ વાઘેલા, ભરતસિંહ ડાભી, રજનીભાઈ પટેલ,જે.જે.વોરા તેમજ યુનિવર્સિટીના સ્ટાફગણ દ્વારા એચ.એન.જી.યુ. યુનિવર્સિટી પાટણ ખાતે ગોલ્ડ મેડલ મળતા પરિવાર તથા સમાજમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. હાલમાં તેઓ બરોડા એમ.એસ.યુનિવર્સિટી ખાતે પેઈન્ટીગ વિભાગમાંથી માસ્ટર ડીગ્રી મેળવી છે
અને પાલનપુર સ્થિત વિધ્યામંદિર ખાતે જૈન શિશુ શાળામાં પેઇન્ટીગ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગોલ્ડ મેડલ મળવાને લઈ સમાજ ના આગેવાન બાબુભાઈ જગાણિયા દ્વારા તેમને બુકે, શાલ, પુસ્તક અને બાબાસાહેબ આંબેડકરનું શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા અને ગામ તેમજ સમાજ દ્વારા તેમની સિધ્ધિને બિરદાવવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0