વિજયનગરના બસ સ્ટેન્ડથી છતરીયા વિસ્તારના કસ્બા સુધી દબાણો દૂર કરાયા પોલીસબંદોબસ્ત વચ્ચે 150 જેટલા દબાણો હટાવાયા…

November 6, 2025

ગરવી તાકાત  સાબરકાંઠા : વિજયનગરમાં દબાણ હટાવવાના મુદ્દે ઘણા વર્ષો લોકોની રજુઆતો જીલ્લા કલેકટર કચેરી અને ગાંધીનગર મુખ્ય મંત્રી સુધી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરોને નોટીસ આપવા છતાં દબાણો યથાવત રહયા હતા.આ દબાણોના લીધે ST બસ બસ સ્ટેન્ડ સુધી આવતી ન હતી જેથી વેપારીઓના ધંધાઓ ઉપર મોટી અસર પડી હતી જેના કારણે મુખ્ય મંત્રી સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઈન અરજી સામાજિક નેતા ઈશ્વરભાઈ પટેલે કરી હતી જેને લઈને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાય તે પહેલા સર્વેની કામગિરી હાથ ધરાઈ હતી.

છતરીયા ત્રણ રસ્તાથી જૈન મંદિર થઈ બસ સ્ટેન્ડ સુધીના રસ્તાની સાઇડોમાં કોમર્શિયલ અને. રહેઠાણોના માલિકોની મીલકતની હદ ઉપરાંત સરકારી જમીનમાં ખેંચી બાંધેલા બાંધકામોનું ડિમાર્કેશન સીટી સર્વે અને પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બુધવારે સવારથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી તે સમયે દબાણકારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પરંતુ ચૂસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવાયો હોઈ કોઈ બનાવ બન્યો ન હતો.બસ સ્ટેન્ડ થી છતરીયા કસ્બા વિસ્તાર સુધીના નાના મોટા ૧૫૦થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પચાસ થી વધુ પોલીસ ઘટના સ્થળ પર ખડે પગે વિજયનગર પો.સ.ઇન્સ્પેક્ટર એ.વી.જોષી, ચિઠોડા મહિલા પો.ઇન્સ્પેક્ટર આર. ડી. તરાળ અને ઈડર પોલીસ ઈસ્પેક્ટર એસ.કે.કુંપાવત સહિત પચાસ જેટલા પોલીસ જવાનો રહયા હતા. જ્યારે દબાણસેલ અધિકારીઓમાં નાયબ મામલતદાર ઘનશ્યામસિંહ દેવડા,તાલુકા વિકાસ અધિકારી સાગરભાઈ બોદર,નાયબ ટીડીઓ, તાલુકા વિસ્તરણ અધિકારી, સીટી સર્વેની ટીમ, અને ગ્રામ પંચાયતના તલાટી અર્જુનભાઈ જોશીયારા, સરપંચ મંજુલાબેન પટેલ,

પંચાયતના વોર્ડ સભ્યઓ સહિતની હાજરમાં જે.સી.બી. થી દબાણો હટાવાયા હતા. આ કામગિરી પહેલા ગ્રામ પંચાયત અને સીટી સર્વે દ્વારા છતરીયા કસ્બા વિસ્તારથી જૈન મંદિર થઈ બસ સ્ટેન્ડ સુધીના રસ્તાના લગોલગ આવેલા કોમર્શિયલ અને રહેઠાણોના મિલકત ધારકોના દબાણનું ડિમાર્કેશન ૨૯, મીએ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બદાણકારોને સ્વેચ્છાએ દબાણ ન હટાવતા પંચાયતે નોટિસમાં આપેલી મુદ્દત ઉપરાંત દબાણ ન હટાવતાં બુધવારની સવારે સડા નવેક વાગ્યાથી દબાણ દૂર કરવાની કરવાની કામગિરી ચાલુ કરવામાં આવી હતી.જે સાંજ સુધીમાં ૧૫૦ જેટલા દબાણો હટાવાયા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0