*ગરવી તાકાત :-મહેસાણા દૂધસાગર ડેરી.
દૂધસાગર ડેરીની ચૂટણીને હવે 10 મહિના જેટલો સમય બાકી રહ્યો છે તો દૂધસાગર ડેરીના વર્તમાન શાસકો તથા એમના સી એસ વિભાગ દ્વારા ફરી ચૂટણી જીતવા તથા ગોલમાલ કરીને વહીવટ કરવા મળે એ હેતુથી પાટણ જિલ્લા તથા મહેસાણા જિલ્લાના ગામડાંની ડેરીઓના પ્રતિનિધિઓને દૂર કરી વહીવટદાર મૂકવા માટે નું આયોજન કરી રહ્યા છે જે મામલે દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે આપ્યું નિવેદન .
કોઈ પણ મંડળી ને અન્યાય થતો હોઇ તો હું તેમની સાથે છું
આ મુદ્દે જરૂર પડશે તો હું સરકાર માં અને બોર્ડ મિટિંગમાં પણ રજૂઆત કરીશ.
જિલ્લા નિ કોઈ પણ મંડળી સાથે અન્યાય થશે તો હું તેમની સાથે ઉભો રહીશ .
હું પશુપાલક સાથે છું અને કોઈ ને તકલીફ ન પડે તે માટે જરૂર પડશે ત્યાં રજૂઆત કરીશ.
હવે જોવાનું રહ્યું કે કોણ પશુપલકોનું હિત વિચારે છે. પણ એટલું તો કહી શકાય કે આજની તારીખે દૂધસાગર ડેરી મહેસાણાનું ઐતહાસિક દેવું 2000 (બે હજાર કરોડ) કરોડ થી વધુ થઈ જવા પામ્યું છે.