ગરવી તાકાત પાટણ : અષાઢીબીજનાં દિવસે પાટણ શહેરમાં 2 વર્ષ બાદ નીકળનાર ભગવાન જગન્નાથની ૧૪૦મી રથયાત્રાની આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૃ કરવામાં આવી છે. જેમાં સંસ્કૃતી દર્શાવતી અલગ અલગ ૧૪૦ ઝાંખીઓ આકર્ષણ જમાવશે છે.
તા.૧ જુલાઈ નાં રોજ પાટણમાં જગદીશ મંદિર પરિસર ખાતે થી ચાદી મઢીત ત્રણ રથો માં નિકળનારી ભવ્યાતિભવ્ય ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ની ૧૪૦ મી રથયાત્રા ની સાથે સાથે ગજરાજો,ધોડા,ઉંટો, સામાજિક, શૈક્ષણિક, સેવાકીય, ધામક સંસ્થાઓ નાં ટેબ્લો,જુદી જુદી ભજન મંડળીઓ, જુદા જુદા ડી.જે સાઉન્ડો, ઓરકેસ્ટ્રા ગૃપો, મ્યુઝિક બેન્ડો,મનોરંજન માટે વેશભૂષા ધારીયો સહિતની ૧૪૦ ઝાંખીઓ જોડાશે.ટેબ્લો સાથે જોડાવું હોય
તેમને પોતાનું નામ મંદિર પરિસર ખાતે રજિસ્ટ્રેશન કરાવી લેવા જગદીશ મંદિર નાં મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિ નાં પ્રમુખ પિયુષભાઈ આચાય જણાવ્યું હતું.પાટણ જગદીશ મંદિર પરિસર ખાતે થી કોરોના ની બે વર્ષ ની મહામારી બાદ નિકળનારી ભગવાન જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા ને લઈને ચાલું સાલે સૌ કોઈ માં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવાં મળી રહ્યો છે.