પ્રાંતિજ પોલીસે ટ્રેક્ટર ચોરીનો ભેદ ઉકેલ્યો 9 લાખના મુદ્દામાલ સાથે 4 શખ્સોની કરી ધરપકડ…

July 28, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વણઝારા વાસમાં રહેતા ભરતભાઈ ઇન્દુજી વણઝારાના બે ટ્રેક્ટર એક મહિના દરમિયાન ચોરી થયા હતા આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી આધારે તપાસ કરી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ રામદેવનગરમાં વણઝારા વાસમાં રહેતા એક માલિકના બે ટ્રેક્ટર ટ્રોલી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રાત્રે ચોરી થયા આ ચોરી અંગે વણઝારા સમાજ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી.

પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સ દ્વારા તપાસ શરૂ કરી ચોરી થયેલ બન્ને ટ્રેક્ટર-ટ્રેલર ગાંધીનગર જિલ્લાના ગીયોડ ગામે હોવાની માહિતી મળતા તેના આધારે તપાસ કરી. તપાસમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચેખલા પગી ગામના રાજુભાઇ દિનેશભાઇ વણઝારાએ તેના મિત્રો સાથે મળી ટ્રેક્ટર-ટ્રેલર ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું પોલીસે તેને ઝડપી પાડી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તે ભાગી પડ્યો.

Prantij Police Investigate Tractor Thefts | ટ્રેક્ટર ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો: પ્રાંતિજ પોલીસે 9 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી - sabarkantha (Himatnagar ...

તેણે પ્રાંતિજના રામદેવનગરમાં વણઝારાવાસમાં રહેતા પપ્પુકુમાર ધર્માજી વણઝારા તથા રાજુકુમાર જવારજી વણઝારા સાથે મળીને બે ટ્રેક્ટર-ટ્રેલર ચોરી કર્યા હોવાની કબૂલાત કરી ચોરી કરેલ બન્ને ટ્રેક્ટર ગીરવે મુકેલ અને બંન્ને ટ્રેલર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગીયોડ ગામના અમરતભાઇ સુખાભાઇ પટેલને વેચાણ આપ્યા. પ્રાંતિજ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડી બન્ને ટ્રેક્ટર-ટ્રેલર મળી કુલ રૂ. 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો ઝડપાયેલા ચારેય આરોપીઓને જેલ ભેગા કર્યા.

Prantij Police Investigate Tractor Thefts | ટ્રેક્ટર ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો: પ્રાંતિજ પોલીસે 9 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી - sabarkantha (Himatnagar ...

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0