બે લાખની સોપારી આપી દિયરની હત્યા કરાવનાર ભાભી સહિત 4 આરોપીઓની પ્રાંતિજ પોલીસે કરી ધરપકડ…

February 7, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામમાં એક ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો ભાભીએ પોતાના પ્રેમી સાથે મળી દિયરની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો પોલીસે આ મામલે ભાભી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી પ્રાંતિજ પોલીસે જણાવ્યું કે, મૃતક વિષ્ણુસિંહ મકવાણાને લગ્ન માટે છોકરી બતાવવાના બહાને ઇકો કારમાં લઈ જવામાં આવ્યા રસ્તામાં તેમનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હત્યા બાદ મૃતદેહને પ્રાંતિજના કાલીપુરાથી લવારી જવાના માર્ગ પર જેટકો વીજ કંપનીની દીવાલ પાસે કચરાના ઢગલામાં ફેંકી દેવાયો.

ઇકોમાં યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી; બે લાખની સોપારી આપી દિયરની હત્યા  કરાવનાર ભાભી સહિત ચાર આરોપીઓ ઝડપાયા #Gujarat #Sabarkantha #Himatnagar # Bhabhi

4 ફેબ્રુઆરીએ વિષ્ણુસિંહ ગુમ થયા હોવાની ફરિયાદ પ્રાંતિજ પોલીસમાં નોંધાઈ હતી. બાદમાં પોલીસને લાશ મળતા સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે સાદોલીયામાંથી ત્રણ અને માણસા તાલુકાના અનોડિયા ગામના એક આરોપી સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક વિષ્ણુસિંહ મકવાણાને તેમની ભાભી કોકીલાબેન મકવાણા અને ગામના દોલતસિંહ મકવાણા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. આથી કોકીલાબેને દિયરને રસ્તામાંથી દૂર કરવા માટે કાવતરું રચ્યું હતું.

કોકીલાબેને દોલતસિંહને રૂ. બે લાખની સોપારી આપી હત્યા કરાવી દોલતસિંહે સાદોલીયાના વિક્રમસિંહ મકવાણા અને માણસા તાલુકાના અનોડિયા ગામના રમેશસિંહ રાઠોડને હત્યાની જવાબદારી સોંપી આ ત્રણેયે મળીને વિષ્ણુસિંહની હત્યા કરી પોલીસે પકડેલા આરોપીઓમાં કોકીલાબેન નવલસિંહ મકવાણા (ઉં.વ. 46), દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા (ઉં.વ. 50), વિક્રમસિંહ કાળુંસિંહ મકવાણા (ઉં.વ. 45) અને રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડ (ઉં.વ. 45)નો સમાવેશ થાય મૃતકનું નામ વિષ્ણુસિંહ નવલસિંહ મકવાણા (ઉં.વ. 40).

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0