કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના અંતિમ મહિના ડિસેમ્બરમાં દેશમાં વીજળીનો વપરાશ વધીને ૧૧૦.૩૪ અબજ યુનિટ્સ (બિલિયન યુનિટ) થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ ૪.૫ ટકા વધુ છે. ઉર્જા મંત્રાલયના આંકડા અનુસાર ગત વર્ષે સમાન સમયગાળામાં એટલે કે ડિસેમ્બર, ૨૦૨૦માં વીજળીનો વપરાશ ૧૦૧.૦૮ અબજ યુનિટ હતો.
નવેમ્બરમાં વીજળીનો વપરાશ ૨.૬ ટકા વધીને ૯૯.૩૭ અબજ યુનિટ થયો છે. નવેમ્બર ૨૦૨૦માં તે ૯૬.૮૮ અબજ યુનિટ અને નવેમ્બર ૨૦૧૯માં ૧૦૯.૧૭ અબજ યુનિટ હતું. ઓક્ટોબર ૨૦૨૧માં દેશમાં વીજળીનો વપરાશ ૩.૩ ટકા વધીને ૧૧૨.૭૯ અબજ યુનિટ થયો હતો. તે જ સમયે, ઓક્ટોબર ૨૦૨૦માં તે ૧૦૯.૧૭ અબજ યુનિટ હતો
આ વર્ષે મે મહિનામાં વીજળીનો વપરાશ વાર્ષિક ધોરણે ૬.૬ ટકા વધીને ૧૦૮.૮૦ યુનિટ થયો હતો. મે, ૨૦૨૦માં તે ૧૦૨.૦૮ અબજ યુનિટ હતો. જૂનમાં વીજળીનો વપરાશ લગભગ નવ ટકા વધીને ૧૧૪.૪૮ અબજ યુનિટ થયો હતો. જૂન ૨૦૨૦માં તે ૧૦૫.૦૮ અબજ યુનિટ હતો
ડિસેમ્બર, ૨૦૨૧માં પીક પાવર ડિમાન્ડ એટલે કે એક દિવસમાં મહત્તમ વીજ પુરવઠો વધીને ૧૮૩.૩૯ ગીગાવોટ થયો છે, જે ડિસેમ્બર, ૨૦૨૦માં ૧૮૨.૭૮ ગીગાવોટ અને ડિસેમ્બર, ૨૦૧૯માં ૧૭૦.૪૯ ગીગાવોટ હતો.નિષ્ણાંતોનું માનવું છે કે દેશભરમાં આર્થિક ગતિવિધિઓમાં સુધારાની વચ્ચે ડિસેમ્બરમાં વીજળીનો વપરાશ સ્થિર રીતે વધ્યો છે
ન્યુજ એજન્સી