અમદાવાદના સાણંદ નજીક આવેલા મટોડા ગામે ધાર્મિક બાબતે થયેલી બોલાચાલીમાં ૨ કારમાં આવેલા ૭ શખ્સોએ ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.જેઓને તાત્કાલિક સારવાર અર્થે બાવળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
ડીસાના ભીલવાસમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં કે.કે. લુહાર નામના કુખ્યાત શખ્સે સામાન્ય બોલાચાલીમાં અરવિંદસિંહ રાજપૂત નામના યુવકેને પગમાં ગોળી મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો. મહત્વનું છે કે, હુમલાખોર કે.કે લુહારની અગાઉના અનેક ગંભીર ગુન્હાઓમાં તેની સંડોવણી રહેલી છે. આ સમગ્ર મામલાની જાણ ડીસા પોલીસને થતાં પોલીસે ફુવારા સર્કલથી આરોપીની કરી અટકાયત કરી હતી
પોરબંદરમાં મકરસંક્રાંતિની મોડી સાંજે વિરભનું ની ખામભી નજીક બે કાર વચ્ચે અકસ્માત થતા મામલો ગરમાય ગયો હતો જેમાં એક કાર માંથી કેટલાક શખ્સો એ બીજી કાર માં બેઠેલા બે સગા ભાઈ ઓ અને બે મિત્રો પર આંધાધુધ ફાયરીગ કરેલ જેમાં રાજ પરબત કેશવાલા અને કલ્પેશ ભૂતિયા નામના વ્યક્તિઓનું ગોળીઓ વાગતા મોત થયુ હતું. જ્યારે વનરાજ પરબત કેશવાલા ને આંખમાં ગોળી ના છરા વાગતા તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને બીજા પ્રકાશ માવજી જુગી ને પણ ગંભીર ઇજા પહોંચતા તેમને પણ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલાની જાણ પોલીસને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
(ન્યુઝ એજન્સી)