ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના ચેખલા ગામે તાજેતરમાંજ બનાવવામાં આવેલ ચેખલા પ્રાથમિક શાળાથી ગામના ગરબી ચોક સુધીના RCC રોડ બનાવવાની કામગીરીમાં ભારે ભ્રસ્ટાચાર આચારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે…. રોડ ઉપર રોડ બનાવી માત્ર ધૂળ પાણીને ઢોકળા જેવું કરવામાં આવ્યું હોય તેમ જણાઈ રહ્યું છે… જેમાં હલકી ગુણવંત્તા વાળો સિમેન્ટ વાપરવા સહિત સિમેન્ટ ઓછો વપરાયો છે તેમજ આ રોડનાં કામમાં એકપણ ઇન્ટ પણ વાપરવામાં આવી નથી. જોકે આ બાબતે ગામના સરપંચને પૂછવામાં આવતા તેઓએ ઉડાઉ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું
કે આમાં હું શું કરૂં.? આ રોડ તો કોન્ટ્રાકટર ધ્વારા બનાવવામાં આવેલ છે…તો શું ચેખલામાં આ જે રોડનું કામ થયું છે તેમાં સરપંચની જવાબદારી નથી બનતી.? કે પછી સરપંચ અને કોન્ટ્રાકટરની મીલીભગત વચ્ચે ટકાવારીનું ધોરણ અપનાવાયું છે.? લોક મુખે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે સરપંચ ધ્વારા તેમના મળતિયાં કોન્ટ્રાકટરને આ રોડનું કામ આપી બંનેની મીલીભગત વચ્ચે ખુલેઆમ ભ્રસ્ટાચાર આચારવામાં આવેલ છે અને સરકારશ્રીની ગ્રાન્ટનાં પૈસાનો દુરુપયોગ થયો હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે ત્યારે આ બાબતે તાલુકા અને જિલ્લાનું જવાબદાર તંત્ર ઘટતી તપાસ હાથ ધરી આવા ભ્રસ્ટાચારીઓને ખુલ્લા પડે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ