— થરાદ માં મેઘવંશી શૈક્ષણિક સ્કૂલ બનાવવા માટે સાંસદ પરબત ભાઈ પટેલ ના અધ્યક્ષથાને કાર્ય ક્રમ યોજાયો..!!
ગરવી તાકાત થરાદ : થરાદ તાલુકાના મેઘવંસી સમાજ દ્વારા શિક્ષણ શ્રેત્રે તેમજ સમાજ એકતા અર્થે કામ કરવામાં આવી રહેલ છે. જેમાં મેઘવંસી સમાજના લોકોએ પણ સારો ફાળો એકત્ર કરી સમાજ પ્રત્યે અલગ જ ભાવના દાખવેલ છે. જેમાં રાજકીય આગેવાનો જેવા કે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ એમ એલ એ માવજીભાઈ પટેલ, બનાસકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી મહામંત્રી આંબાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય રૂપશિ ભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી લાખણી પ્રમુખ બાબરા ભાઈ પટેલ,
પૂર્વ સરપંચ શ્રી ભોરોલ જોગાજી રાજપૂત, રામજી ભાઈ રાજપૂત, હિન્દુ ધર્મ સેના પ્રમુખ ગુલાબગીરી અતીત, સવાઈ ભાઈ રાજપૂત, ડોડ ગામ સરપંચ શ્રી પી ડી રાજપૂત, ઠાકોર સમાજ અગ્રણી પ્રધાનજી ઠાકોર, ચોથા ભાઈ રબારી, બી.એ.પી પ્રમુખ રામભાઈ પરમાર તેમજ સમાજ ના અગ્રણીઓ એ શિક્ષણમા ભૂમિદાન પેટે ફાળો નોધાવ્યો હતો. જેમાં મેઘવંસી સમાજ થરાદ દ્વારા આવેલ તમામ રાજકીય આગેવાનો નો ફૂલ હાર તેમજ સાલ ઓઢાડીતેમજ પાઘડી પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં શિક્ષણ માં ભૂમિદાન પેટે ફાળો આપવા બદલ તમામ મેઘવંસી સમાજે આવેલ તમામ રાજકીય આગેવાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો…
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ