અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

પોલીસ ભાજપના ધારાસભ્ય સામેની તપાસ ડર કે તરફેણ કર્યા વિના કરે: હાઇકોર્ટ

December 4, 2024

ગરવી તાકાત, અમદાવાદ તા. 04 –  ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ નિરલ મહેતાએ તેમના તાજેતરના આદેશમાંએક આદેશમાં ટિપ્પણી કરી છે કે પોલીસ ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામેના કથિત ગુનાઓની તપાસ કોઈપણ ડર અને તરફેણ વિના અને અત્યંત નિષ્પક્ષ રીતે તપાસ કરશે જેથી સત્ય સપાટી પર સામે આવી શકે. પોલીસે પરમાર સામે એક મહિલા દ્વારા બળાત્કારના આરોપ માટે FIR  દાખલ કર્યા પછી ઇંઈ એ તેના ગત 23 ઓક્ટોબરના આદેશમાં ટિપ્પણી કરી હતી.

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ  એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર - Gujarati News | High Court:  Gujarat High Court ...

અદાલતે જણાવ્યું જતી કે અરજદારની ફરિયાદ આ તબક્કે સંતુષ્ટ થઈ હોય તેવું લાગે છે અને તેથી, આ અદાલત આ કેસમાં વધુ તપાસ કરવાનું પસંદ કરશે નહીં અને તે મુજબ નિકાલ કરવા લાયક છે, તેમ છતાં, આશા અને અપેક્ષા સાથે નિકાલ કરવામાં આવે છે કે તપાસ એજન્સી કથિત ગુનાઓની તપાસ કોઈપણ ભય અને તરફેણ વિના અને અત્યંત નિષ્પક્ષ રીતે કરશે જેથી સત્ય સપાટી પર લાવી શકાય.

અદાલતે વધુમાં જણાવ્યું હતું કે એ કહેવાની જરૂર નથી કે તપાસ એજન્સી એ આ કેસમાં ફરિયાદ થઈ તે અગાઉ કરાયેલી તપાસથી પ્રભાવિત થયા વિના ગુનાની તપાસ કરે તેવી અપેક્ષા છે કારણ કે કાયદાની નજરમાં તે તપાસની કોઈ કાનૂની મહત્તા નથી.  અગાઉ એફઆઈઆર દાખલ કરવાને બદલે મહિલાના ચારિત્ર્ય અંગે તપાસ હાથ ધરવા માટે કોર્ટ દ્વારા સખત ટિપ્પણી કર્યા બાદ રાજ્ય સરકાર પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય દ્વારા કથિત રીતે મહિલા પર બળાત્કાર કરવા બદલ FIR  દાખલ કરવા સંમત થઈ હતી.

કેસની વિગતો મુજબ, મહિલાએ 17 ફેબ્રુઆરી, 2021 ના રોજ ડીજીપી અને ગાંધીનગર પોલીસને એક અરજી દાખલ કરી હતી, જેથી ધારાસભ્ય વિરુદ્ધ લગ્નનું ખોટું વચન આપીને બળાત્કાર કરવા બદલ FIR  દાખલ કરવામાં આવે. જોકે, પોલીસે FIR  દાખલ કરવાને બદલે તેના અંગત જીવનની તપાસ કરી.

પોલીસે જણાવ્યું હતું કે મહિલાએ ધારાસભ્ય સાથે સમાધાન કર્યું હતું અને પછીથી એફઆઈઆર દાખલ કરવા માટે ફરીથી અરજી કરી હતી. સાડા ત્રણ વર્ષ પછી પણ ધારાસભ્ય સામે એફઆઈઆર નોંધાઈ નથી. ત્યારબાદ મહિલાઓએ એફઆઈઆર નોંધાવવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
10:03 am, Jan 17, 2025
temperature icon 18°C
clear sky
Humidity 33 %
Pressure 1020 mb
Wind 12 mph
Wind Gust Wind Gust: 19 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:16 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0