ભાકડીયાલ-ઘાણાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલું પીકઅપ ડાલુ આગથળા પોલીસે ઝડપી પાડ્યું…

August 2, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : આગથળા પોલીસે ભાકડીયાલ-ઘાણા સીમમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક પીકઅપ ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસને જડીયાલી-ભાકડીયાલ રોડ તરફથી GJ13AX0833 નંબરના પીકઅપ ડાલામાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી મળી. પોલીસે વાહનને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ચાલકે વાહન ન રોકતાં પોલીસે પીછો કર્યો.

News Detail Banner

ભાકડીયાલ-ઘાણા કાચા શેરીયામાં ચાલક વાહન મૂકીને જાડી-ઝાંખરનો લાભ લઈ ફરાર થઈ ગયો પોલીસે વાહનની તપાસ કરતાં તેમાંથી 1344 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો જેની કિંમત રૂ. 2,95,152 અને પીકઅપ ડાલાની કિંમત સહિત કુલ રૂ. 5,95,152નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આ કાર્યવાહી બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજના નિર્દેશ મુજબ.

Agatthala police arrest liquor smuggler in Bhakadial-Ghana border | આગથળા  પોલીસે ભાકડીયાલ-ઘાણા સીમમાં દારૂની હેરાફેરી પકડી: પીકઅપ ડાલામાંથી 1344 બોટલ  વિદેશી દારૂ સહિત 5.95 ...

દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવાના અભિયાન અંતર્ગત કરવામાં આવી ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ આગથળા પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.રાઠવા અને તેમની ટીમે આ કામગીરી અંજામ આપી પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ આગથળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0