ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપી કલ્પેશભાઈ અશોકભાઈ ડામોરને પોલીસે ભિલોડામાંથી ઝડપી પાડ્યો જિલ્લામાં પેરોલ-ફર્લો અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી શામળાજી પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ કલ્પેશ ડામોર ભિલોડા ખાતેની SBI બેંક પાસે કામ અર્થે આવ્યા.

તેમને શરીરે ભૂખરા રંગનું જીન્સ પેન્ટ અને આછા વાદળી રંગનું શર્ટ પહેરેલું પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચી વર્ણન મુજબના ઈસમને ઝડપી પાડ્યો પોલીસે તેની ઓળખ કલ્પેશભાઈ અશોકભાઈ ડામોર તરીકે કરી પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું આશરે ચાર મહિના પહેલા તેણે રતનપુર બોર્ડરથી દારૂ ભરેલી.

એક આઈ-ટ્વેન્ટી ગાડીનું પાયલોટિંગ કર્યું તેનો મિત્ર બ્રિજેશ પકડાઈ જતાં તેણે તેનું નામ આપ્યું શામળાજી પોલીસ સ્ટેશન અને નાસતા ફરતા આરોપીઓની યાદીમાં તપાસ કરતા તે ગેઝેટ મુજબનો આરોપી હોવાનું જણાઈ આવ્યું પોલીસે કલ્પેશભાઈ ડામોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે શામળાજી પોલીસ સ્ટેશનને સોંપ્યો.


