વિસનગરના સૂર્યોદય સોસાયટીના મકાનમાં જુગાર રમતા 9 જુગારીઓને પોલીસે દબોચ્યા

August 9, 2022

ગરવી તાકાત મહેસાણા : વિસનગરમાં શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓ સામે શહેર પોલીસે લાલ આંખ કરી જેમાં વિસનગરના સૂર્યોદય સોસાયટીમાં જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે કુલ મુદ્દામાલ રૂ.1,16,670 કબજે કરી તમામ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વિસનગરના કાંસા. એન એ વિસ્તારમાં આવેલ સૂર્યોદય સોસાયટીમાં પ્રજાપતિ અરવિંદભાઈ મફતલાલએ મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે.

તેવી બાતમીના આધારે રેડ કરતા પોલીસે મકાનમાં જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડ્યા. જેમાં પોલીસે પ્રજાપતિ અરવિંદકુમાર મફતલાલ, પટેલ ભરતભાઈ ગાંડાભાઈ, જયસ્વાલ બાલકૃષ્ણ ડાહ્યાલાલ, પટેલ સચીનકુમાર હરિભાઈ, પ્રજાપતિ નિલેશકુમાર ઉર્ફે વિકી અરવિંદભાઈ મફતલાલ, ગાંધી કેજુલકુમાર દીપકભાઈ, પટેલ પરષોત્તમભાઈ વિઠ્ઠલદાસ, પ્રજાપતિ હિમાંશુભાઈ અશ્વિનભાઈ, પટેલ ભીખાભાઈ સાંકાભાઈને જુગાર રમતા ઝડપી લીધા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ.57,170 મોબાઈલ નંગ 7 કિંમત રૂ. 59,500 મળી કુલ કિંમત રૂ. 1,16,670 નો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે 9 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0