ગરવી તાકાત સાબરકાંઠા : હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગ્રામ્ય પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આ ઘટના ત્રણ દિવસ અગાઉ બની. સગીરા અનાજ દળાવવા ઘંટીએ ગઈ પરત ફરતી વખતે ત્રણ આરોપીઓએ તેનું અપહરણ કરી ખેતરમાં લઈ ગયા ત્યાં ત્રણ પૈકી બે આરોપીઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું.

ઘટના બન્યાના દિવસે જ સગીરાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે ગામના સુનીલસિંહ (ઉંમર 26), રવિસિંહ (ઉંમર 22) અને મદદગારી કરનાર રિતેશસિંહ (ઉંમર 28) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો.

ગાંભોઈના પીએસઆઇ જે.એમ. રબારી અને તેમની ટીમે એલસીબી ટીમ સાથે મળીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા મંગળવારે આરોપીઓને પકડી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણેય આરોપીઓને સબ જેલ મોકલી આપવાનો આદેશ કર્યો.


