મહેસાણાના કોન્ટ્રાક્ટરને ધાક-ધમકી આપી બંદૂક બતાવી 25 લાખની ખંડણી માગતા પોલીસે ફરિયાદ…

August 21, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના એક વેપારીને ત્રણ શખસોએ ધાક-ધમકી આપી બંદૂક બતાવી 25 લાખની ખંડણી માગી હોવાની ઘટના સામે આવી આ સમગ્ર ઘટનામાં વેપારીએ ખંડણી માગનાર અને ધમકી આપનાર બે શખસો સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી મહેસાણામાં ટી.બી.રોડ પર આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં રહેતા અને કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા મંજિલ શાહને કેટલાક શખસોએ ધમકીઓ આપી ખંડણી માગી હોવાની ઘટના સામે આવી કોન્ટ્રાકટર પોતાના ઘરે હતા.

વાંકાનેરના રાતીદેવરી ગામે વિજ કનેકશન કાપ્યાનો ખાર રાખી ત્રણ ઇસમોએ વિજ  કર્મચારીને ધમકી આપી ઝપાઝપી કરતાં ફરીયાદ નોંધાઈ... - Chakravat News

એ દરમિયાન મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતા વિપુલ ઉર્ફે વલણ દેસાઈએ તેઓને ફોન કરી મળવા બોલાવ્યા આ દરમિયાન ફરિયાદી પોતાની એક્ટિવા પર ગાયત્રી મંદિરે વિપુલ દેસાઈને મળવા ગયા અહીં વિપુલ દેસાઈ પોતાની સાથે અક્ષય ઉર્ફ અક્કી દેસાઈ અને અન્ય શખસને લઈ આવ્યો. વિપુલ દેસાઈ ફરિયાદીને કહ્યું કે, ગાડીમાં બેસો વાત કરવી ફરિયાદીને કંઈ અજુગતું લાગતા તેઓ ગાડીમાં બેઠા નહોતા આ દરમિયાન ગાયત્રી મંદિર પાસે આવેલ સંભુ કોમ્પલેક્ષની લોબીમાં ફરિયાદી અને આરોપી વાત કરતા આ દરમિયાન વિપુલ દેસાઈએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી ફરિયાદીના કપાળે મૂકી અને અક્ષય દેસાઈએ છરો બતાવી ગાળાગાળી કરી કહ્યું.

જ્વેલર્સ પાસે ૫૦ લાખની ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપી | Jewelers  threatened to kill him for want of Rs 50 lakh - Gujarat Samachar

“તારે મેન પાવરનો વ્યવસાય કરવો હોય અને મહેસાણામાં રહેવું હોઇ તો અમને બે દિવસમાં 25 લાખ આપ, જો પૈસા નહિ આપે તો તને અને તારા પરિવારને મારી નાખીશું.” ત્યારબાદ ફરિયાદીએ એ સમયે પૈસા આપવાની વાત કરતા આરોપીઓએ એમને છોડી ચાલ્યા ગયા ત્યારબાદ ફરી ફોન કરી પૈસાની માગ કરી સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ પરિવાર અને મિત્રોને આ બાબતે જાણ કરતા ફરિયાદીએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસમાં વિપુલ દેસાઈ અને અક્ષય દેસાઈ સામે ફરિયાદ નોંધાવી આ સમગ્ર ઘટનામાં મહેસાણા બી ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા..

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0