સિદ્ધપુરમાં વેપારી પર હુમલો કરી ગાડીમાંથી રૂ.4 લાખ ભરેલી બેગ લૂંટવાનો પ્રયાસ કરતાં પોલીસ ફરિયાદ…

November 17, 2025

ગરવી તાકાત પાટણ : સિદ્ધપુરમાં રિક્ષામાં ભરેલી ખાતર ની થેલી કેમ ઉતરાવી હતી તેમ કહીં છ શખ્સો એ વેપારી પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ગાડીમાંથી રૂ. ચાર લાખ ભરેલી બેગ લૂંટવાનો પ્રયત્ન કર્યો હોવાની વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી રેલવે માલ ગોડાઉનમાં ગવર્મેન્ટ રાસાયણિક ખાતરના પરિવહનનો વ્યવસાય કરતાં મિહિર કુમાર અજીત કુમાર ત્રિવેદી અરસામાં ગોડાઉનના પ્લેટફોર્મ ઉપર ઊભા હતા જે સમયે એક રિક્ષામાં સિદ્ધપુરનો હિતેશજી ચંદુજી ઠાકોર અને એક અજાણ્યો શખ્સ યુરિયા ખાતરની થેલીઓ પ્લેટફોર્મ ઉપરથી લઈ રિક્ષામાં મુકતા મિહિરભાઈને ચોરીની શંકા જતાં તેમણે રિક્ષામાં ભરેલી ત્રણ થેલીઓ પ્લેટફોર્મ ઉપર પાછી મુકાવી જે સમયે બંને તેમને ધમકી આપી જતા રહ્યા.

The crime was registered at Siddhpur police station under another Gujsitok  in Patan district | કાર્યવાહી: પાટણ જિલ્લામાં બીજો ગુજસીટોક હેઠળ ગુનો સિદ્ધપુર  પોલીસ મથકમાં નોંધાયો - Patan ...

બાદમાં મિહિરભાઈ અને તેમના મોટાભાઈ અંકુરભાઈ ત્રિવેદી ચાર લાખ લઈ ગાડીમાં ઘરે જતા રાત્રે 8:45 વાગે પ્લેટફોર્મની બહાર નીકળતા તે વખતે ખૂણા પર છ શખ્સો ઊભા હતા તેમને ગાડી ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડી ઉભી રાખી નીચે ઉતર્યા હિતેશજીએ રિક્ષામાં ભરેલ ખાતરની થેલી કેમ ઉતરાવી એમ કહીં મિહિરભાઈ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી અંકુરભાઈ આ લોકોને સમજાવતાં ત્યારે મિહિરભાઈ પર યુવરાજ ઉર્ફે મોન્ટુ એ લોખંડની પાઇપ થી હુમલો કર્યો જ્યારે દિલીપજી ઉર્ફે ટેટી એ પથ્થર માર્યો બીજા શખ્સો એ તેમને ગડદા પાટુથી મારપીટ કરી યુવરાજ અને દિલીપજી બંને જણાગાડી માંથી ચાર લાખ ભરેલી બેગ કાઢવા નો પ્રયત્ન કરી રહ્યા.

કારમાંથી રૂા. 1.07 લાખની મતા ભરેલી બેગ ઉઠાવી બે શખ્સ ફરાર | Two men abscond  after snatching a bag worth Rs 1 07 lakh from a car - Gujarat Samachar

તે વખતે અંકુરભાઈ ત્યાં પહોંચી જઈ બેગ તેમની પાસે લઈ લીધી તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુ માંથી બીજા લોકો આવી ગયા ત્યારે આરોપીઓ નાસી ગયા મિહિરભાઈ અર્ધ બેભાન અવસ્થામાં સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમને માથામાં સામાન્ય હેમરેજ થયું હતું ઘટન અંગે સિદ્ધપુર પોલીસમાં મથકે તેમણે સિધ્ધપુરનાં હિતેશજી ચંદુજી ઠાકોર યુવરાજ ઉર્ફે મોન્ટુ દેવેન્દ્રજી ઠાકોર જયેશજી દેવેન્દ્રજી ઠાકોર દિલીપજી ભુપતજી ઠાકોર અને બીજા અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0