હિંમતનગરની રાજતીર્થ સોસાયટીમાં સામાન્ય બાબતે મારામારી થતાં સામ સામે પોલીસ ફરિયાદ…

August 7, 2025

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરની રાજતીર્થ સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ સામાન્ય બાબતે થયેલો ઝઘડો મારા મારી સુધી પહોંચી જતાં ઉશ્કેરાયેલા બન્ને પક્ષોએ હુમલો કરતા ચાર જણાને ઇજા પહોંચી જેથી બન્ને પક્ષોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામ સામી ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદને આધારે 6 જણા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. આ અંગે રાજતીર્થ સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબા ભમ્મરસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ રોજ તેણી તથા તેમના જેઠાણી ઘરે બેસી ઘરની બહાર ગાડી પાર્ક કરવા માટે ગેટ આગળ બ્લોક નાખી સિમેન્ટનો ઢાળ પાડયો.

A government ambulance parked at Navi Civil in Himmatnagar was stolen, the  police registered a complaint and started an investigation | એમ્બ્યુલન્સની  ચોરી: હિંમતનગરમાં નવી સિવિલમાં પાર્કિંગ કરેલ ...

પરંતુ કોઇ કે તોડી પાડેલ છે તેવી વાતો કરતા ત્યારે મયુર વિષ્ણુભાઇ સથવારા અને ચેતનગીરી વિષ્ણુગીરી ગોસ્વામી આવી કેમ આટલા ઉંચા અવાજે બોલો છો તેમ કહી ઝઘડો કર્યો. ત્યારબાદ આ બન્ને જણાએ લોખંડનો સળીયો લઇ આવી જબ્બરસિંહ અને ભમ્મરસિંહ સાથે જપાજપી કરી જેના લીધે ભમ્મરસિંહ વાઘેલાને શરિરે ઇજા પહોંચાડી આ બન્ને જણાએ જાનથી મારી નાખવાની ધમકી આપી.

યુવતીએ મરજી વિરુદ્ધ લગ્ન કરતા સાળા-બનેવી વચ્ચે જાહેરમાં મારામારી | A public  fight between brother in law and banevi who marry girl after love affair -  Gujarat Samachar

હોવાના આક્ષેપ સાથે ચંદ્રિકાબાએ મયુર સથવારા તથા ચેતનગીરી ગોસ્વામી સામે મંગળવારે ફરિયાદ નોંધાવી. સામે પક્ષે ચેતનપુરી ગોસ્વામીએ પણ જબ્બરસિંહ પ્રવિણસિંહ વાઘેલા, તેજલબા વાઘેલા, ભમ્મરસિંહ વાઘેલા અને ચંદ્રિકાબા વાઘેલા સામે ફરિયાદ નોંધાવી જેમાં સિમેન્ટનો ઢાળ પાડેલો હતો તે મહેમાનની ગાડીથી તૂટી ગયો તેમ કહી ચેતનપુરી ગોસ્વામી પર લાકડીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0