શામળાજી સરહદેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને રૂ. 7.92 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ભરેલીકાર ઝડપી પાડી

July 1, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના શામળાજી સરહદેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને રૂ. 7.92 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી પાડી જોકે, કારચાલક બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો જિલ્લામાં દારૂબંધીની પ્રવૃત્તિને નાબૂદ કરવા અને રાજસ્થાન સરહદ પરથી થતી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક નોહરસિંહ એન જાડેજાની સૂચનાથી શામળાજી પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું.

અરવલ્લી : શામળાજીમાં આશાસ્પદ યુવકની હત્યા, અજાણ્યા શખ્સોએ માર્યો હતો ઢોર  માર | - News18 Gujarati

આ ઝુંબેશ અંતર્ગત શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલ, પો.સ.ઇ. પી.ડી. ગોહિલ, પો.સ.ઇ. એન.બી. ચૌધરી અને અણસોલ ચેકપોસ્ટનો સ્ટાફ વાહનોનું ચેકિંગ કરી રહ્યો તે દરમિયાન વહેલી સવારે રાજસ્થાન તરફથી આવી રહેલી શંકાસ્પદ ટોયોટા ઇનોવા કારને પોલીસે રોકવાનો ઈશારો કર્યો પરંતુ કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે શામળાજી તરફ ભગાવી મૂકી પોલીસે શંકાસ્પદ ગાડીનો સરકારી વાહન દ્વારા ફિલ્મી ઢબે પીછો કર્યો પોલીસ પાછળ પડી હોવાનું જણાતા ઇનોવા ચાલકે અણસોલ ગામની સીમમાં નેશનલ હાઈવેની બાજુમાં ગાડી ઊભી રાખી દીધી અને નજીકની નદી તથા ઝાડી-ઝાંખરાનો લાભ લઈ નાસી છૂટ્યો.

પોલીસે લાવારિસ હાલતમાં મૂકેલી ઇનોવા ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો ગાડીમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 14 પેટીઓ (228 બોટલ/ટીન) મળી આવી જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 92,856/- ની કિંમતનો વિદેશી દારૂ અને રૂ. 7,00,000/- ની કિંમતની ટોયોટા ઇનોવા ગાડીનો સમાવેશ થાય આમ, પોલીસે કુલ રૂ. 7,92,856/- નો મુદ્દામાલ જપ્ત કર્યો શામળાજી પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની શોધખોળ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0