ગરવી તાકાત રાધનપુર : રાધનપુરમાં પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં એક શખ્સને ઝડપી પાડ્યો જ્યારે બીજો શખ્સ રેડ દરમિયાન નાશી છુટતા પોલીસે બંને સામે કાર્યવાહી કરી. રાધનપુર શહેરમાંથી પોલીસે બાતમીના આધારે સાહિલ સલીમભાઇ મોરવાડીયાને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં રંગે હાથ ઝડપી પાડ્યો આરોપી પાસેથી રૂ 50,000નો એક મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો.

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ, સાહિલ તેના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી જુદી જુદી ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડતો તે ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ દરમિયાન એન્ડ્રોઇડ એપ્લિકેશન પર પોતાની આઈડી અને પાસવર્ડ નાખી જુગારની પ્રવૃત્તિ ચલાવતો.

પોલીસની પૂછપરછમાં સાહિલે કબૂલ્યું કે, તેને આ ઓનલાઈન સટ્ટાની આઈડી અને પાસવર્ડ રાધનપુર, ટાવર પાસે રહેતા ભરતભાઈ ઉર્ફે કેશો રામચંદભાઈ મોચીએ આપ્યા જોકે, પોલીસ દરોડાની જાણ થતાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે કેશો મોચી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો.


