વિસનગર જેલમાંથી ફરાર આરોપીને પોલીસ અને LCBની ટીમે ગણતરીના કલાકોમાં દબોચ્યો…

September 30, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર સબજેલમાંથી માંદગીના બહાને ફરાર થયેલા આરોપીને પોલીસે 48 કલાકમાં ઝડપી પાડ્યો સ્થાનિક પોલીસ અને LCBની ટીમે ગાંધીનગરના ઘ 5 વિસ્તારમાંથી બિન-ડ્રેસમાં તેને દબોચી લીધો વિશાલસિંહ છેતરપિંડીના ગુનામાં જેલમાં બંધ હતો બે દિવસ પહેલાં, વિશાલસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો અને સારવાર બાદ તેને પરત જેલ લઈ જતી વખતે, જેલના મુખ્ય ગેટ પાસે તેણે પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનસિંહને ધક્કો મારી ફરાર થઈ ગયો.

Two constables of Visnagar police station brought the accused in a civil  dereliction of duty; The absconding accused was caught | ફરજમાં બેદરકારી  દાખવતા સસ્પેન્ડ: વિસનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓએ સિવિલમાં લાવેલા  આરોપીની ફરજમાં બેદરકારી ...

આ ઘટનાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો અને તેની શોધખોળ માટે ખાસ ટીમો બનાવવામાં આવી પોલીસને સોમવારે બાતમી મળી કે આરોપી વિશાલસિંહ ચાવડા ગાંધીનગરના ઘ 5 વિસ્તારમાં છુપાયેલો બાતમી મળતાં જ વિસનગર શહેર પોલીસ અને LCBનો સ્ટાફ એક્શનમાં આવ્યો પોલીસની ટીમ સાદા ડ્રેસમાં, પોલીસ વાહનોને બદલે બાઇકો અને રિક્ષાઓ લઈને ગાંધીનગર પહોંચી ગાંધીનગરના ઘ 5 પાસે ઊભેલા વિશાલસિંહને પોલીસે કોર્ડન કરવાનું શરૂ કર્યું ત્યારે તેને શંકા ગઈ.

Accused escapes from police custody from Visnagar Jail | વિસનગર જેલમાંથી  આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર: એકના ડબલ કરી આપનાર વિશાલસિંહ ચાવડાને પકડવા  પોલીસે તપાસ તેજ ...

તેણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને વધુ દૂર ભાગવા દીધો નહીં અને ગણતરીની મિનિટોમાં જ દબોચી લીધો આ અંગે વિસનગર શહેર પી.આઈ. એ.એન. ગઢવીએ જણાવ્યું કે, “બાતમીના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી હવે તે ભાગી ગયા પછી કયા કયા સ્થળોએ રોકાયો અને કોણે કોણે તેને મદદ કરી તે અંગે સઘન પૂછપરછ કરવામાં આવી રહી”

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0