ઝારખંડમાં ઓક્સિજન પ્લાન્ટને લઇ સરકાર અને વિપક્ષની વચ્ચે વિવાદ પેદા થયો છે. ભાજપાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી હેમંત સોરેને પ્રધાનમંત્રીનું અપમાન કર્યું છે. આ બધા ઓક્સિજન પ્લાન્ટ પીએમ કેયર ફંડથી બન્યા હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં ઘણી સ્વાસ્થ્ય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી કેયર્સ ફંડથી 19 જિલ્લાઓમાં 27 જગ્યાઓ પર લગાવવામાં આવેલા પીએસએ પ્લાન્ટ પણ સામેલ છે. પ્રધાનમંત્રી આનું ઉદ્ઘાટન કરવાના હતા, પણ તેઓ ઉદ્ઘાટન કરે એ પહેલા જ હેમંત સોરેને તેનું ઈનોગરેશન કરી દીધું. હવે આ માટે ભાજપા તેમનો વિરોધ કરી રહી છે.
આ પણ વાંચો – વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે PM કેર PSA ઓક્સિજન પ્લાન્ટનું રાષ્ટ્રવ્યાપી ઇ-લોકાર્પણ
રાંચીથી ભાજપા સાંસદ સંજય સેઠે કહ્યું કે, ઝારખંડના મુખ્યમંત્રીએ આવું કરીને પ્રધાનમંત્રીનું અપમાન કર્યું છે. તો સત્તાધારી પાર્ટી ઝામુમો તરફથી કહેવામાં આવ્યું કે જ્યારે આવશ્યક વસ્તુઓમાં ઓક્સિજન આવે છે તો તેના ઉદ્ઘાટન માટે મુહૂર્તની રાહ જાેઇ શકાય નહીં.ભાજપા સાંસદે ટ્વીટ કરી કહ્યું, કોરોના સામેની લડાઇમાં અંતિમ રૂપ આપતા પીએમ કેયર ફંડથી બનેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી જી આવતીકાલે કરવાના છે. ઝારખંડમાં પણ આવા 27 પ્લાન્ટનું નિર્માણ થયું છે. પ્રધાનમંત્રીના લોકાર્પણ તિથિના એક દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા ઉદ્ઘાટન કરવું સમજને પરે છે.
એક ટ્વીટમાં ભાજપા સાંસદે કહ્યું કે, મુખ્યમંત્રી જી આખરે તમે કરવા શું માગો છો. આ લોકતાંત્રિક વ્યવસ્થાઓનું અપમાન છે. જ્યારે રાષ્ટ્રસ્તર પર એકસાથે લોકાર્પણ થવાનું નક્કી હતું તો પછી ઝારખંડ સરકાર દ્વારા આવું કરવું સીધે સીધું માનનીય પ્રધાનમંત્રી જીનું અપમાન છે. માનનીય પ્રધાનમંત્રીનું અપમાન સહન કરીશું નહી.જણાવીએ કે, પહેલાથી જ ઝારખંડ સરકાર અને કેન્દ્રની વચ્ચે ઘણાં મુદ્દાઓને લઇ ટકરાવ ચાલી રહ્યો છે. આ વિવાદોમાં સરના ધર્મ કોડ, જાતીય જનગણના જેવા ઘણાં વિવાદ સામેલ છે. ફંડને લઇ પણ રાજ્ય અને કેન્દ્રની વચ્ચે વિવાદ છે. એવામાં હેમંત સોરેનનું આ પગલું તેનો જવાબ પણ માનવામાં આવી રહ્યો છે અને નવા વિવાદનું વધુ એક કારણ પણ. જાેકે ભાજપાના કેન્દ્રીય નેતૃત્વ તરફથી હજુ સુધી આ મામલે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
(એજન્સી)