બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના પુર્વ ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરા અને ઠાકોર કોમ્યુનીટીના નેતાનુ આજે આકસ્મીક અવશાન થયુ છે. તેઓ મુળ કાંકરેજ તાલુકાના વડા ગામના વતની હતા. તેમના અવશાનથી સમગ્ર ઠાકોર કોમ્યુનીટીમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ધારસીભાઈ ખાનરપુરા 1990માં પ્રથમ વખત જનતાદળ માથી ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ચુંટાઈ આવ્યા હતા.
ધારસીભાઈ ખાનપુરા અત્યાર સુધી કાંકરેજની શીટ ઉપરથી 4 વખત ચુંટાઈ આવ્યા હતા. જેમાં 1990 માં જનતાદળ માંથી અને 1995,2002,2012 માં તેઓ કોન્ગ્રેસ પક્ષમાથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. વર્ષ 2007 માં ધારસીભાઈ ખાનપુરા ભાજપના બાબુભાઈ દેસાઈ સામે માત્ર 840 વોટથી હાર્યા હતા. ધારસીભાઈ ખાનપુરાનુ વર્ચસ્વ કાંકરેજ શીટ ઉપર હતુ. જેમા ઠાકોર કોમ્યુનીટીના નેતા તરીકે તેઓની ઓળખ બનવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય શ્રી ધારસીભાઈ ખાનપુરાના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના શુભેચ્છકોને સાંત્વના. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.
— Narendra Modi (@narendramodi) November 3, 2020
તેમના અવશાનને લઈ ખુદ પી.એમ નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા તેમને યાદ કર્યા હતા અને તેમની આત્માની શાંતી માટે પ્રાર્થના કરી હતી.