ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકાના ઉણ દરબાર ગઢ ના સ્વર્ગીય સ્વ. વાઘેલા ગોવુભા દિવાનસિંહજી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રીમદ ભગવદ સપ્તાહ કથા માં પોથીયાત્રા માં દેવ દરબાર જાગીર મઠ ના૧૦૦૮ મહંત શ્રી બળદેવનાથજી બાપુ ની હાથી પર અંબાડી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી
આ પાવન અવસર પર વડવાળા મંદિરના ૧૦૦૮ મહંત શ્રી કેવળપુરી મહારાજ. થળી જાગીર મઠ ના મહંત શ્રી જગદીશપુરીજી મહારાજ .ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહજી વાઘેલા. દિયોદર સ્ટેટ રાજવી પરિવારના ગુમાનસિંહજી વાઘેલા. કટોસણ સ્ટેટ રાજવી પરિવારના શ્રી ધર્મપાલસિંહજી ઝાલા.વાવ સ્ટેટ રાજવી પરિવારના રાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણ ઝિંઝુવાડા રાજવી પરિવારના કે.પી.ઝાલા. થરાદ સ્ટેટ રાજવી પરિવારના અર્જુનસિંહજી વાઘેલા. થરા રાજવી પરિવારના પૃથ્વીરાજસિંહજી વાઘેલા. બનાસકાંઠા જિલ્લાના પુર્વ મહામંત્રી શ્રી ભારતસિંહજી ભટેસરિયા. રાણકપુર દરબાર અને કાંકરેજ તાલુકા કારોબારી સભ્ય શ્રી મુકેશસિંહજી વાઘેલા. ભલગામ ના ઉત્સાહી યુવા નેતા ભરતસિંહજી દલપતસિંહજી વાઘેલા સહિત મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં રાજપુત સમાજ સહિત અન્ય સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો ભાઈઓ બહેનો ઉપસ્થીત રહ્યા હતા
જેમાં સ્વર્ગીય આત્મા ના ચિરંજીવી પુત્ર શ્રી યોગેન્દ્રસિંહજી વાઘેલા ની નાની ઉંમર હોવા છતાં એક રાજવી પરિવાર ની પૂર્ણ્યતિથી નિમિતે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ સાથે આન બાન શાનથી ઊજવણી કરાઇ રહી છે ત્યારે કાંકરેજ તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં થી લોકો ભકતો શ્રોતાઓ માટે આસ્થાનું મહાપર્વ કાંકરેજ તાલુકાના ઉણ ગામની પાવન ધરતી પર યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી રહ્યાં છે ત્યારે હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે એ રિતે રાજવંશના રાજા રજવાડાં ના રીતરિવાજો પણ ઉજાગર કરી ને પ્રતીતિ થઈ રહી છે.
જોકે ભારત દેશના આઝાદી સમયે રાજપૂતો એ ૫૬૨ (પાંચ સો બાસઠ) રજવાડાં રાજપૂતો ભેટ ધરી દીધાં હતાં ત્યારે ભારતની અસ્મિતા માં વીર યોદ્ધા ઓ ના નામ મ્યુઝિયમમાં મુખ્યત્વે સ્ટેચ્યુ પણ હોવા જોઈએ તેમ છતાં રાજપૂતો ની શુરવીરતા ભૂલાવવામાં આવિ રહી છે પરંતુ એક કહેવત છે કે “સમય સમય બલવાન હૈ નહી મનુષ્ય બલવાન”આ પંક્તિ લખી હતી એ ઊલ્ટી પડી હોય એવું આપડા ગુજરાત સહિત દેશભરમાં અગ્રેસર છે.
કાળા માથા નો માનવી ધારે તે કરી શકે છે ત્યારે હવે કાંકરેજ તાલુકા ધીંગી ધરાનો ધબકાર એવું રૂડું રૂપાળું ગામડું નાનકડું રજવાડું એમાં આજે સોનાનો સૂરજ ઊગેલ છે ત્યારે સંતો. મહંતો અને રાજવી પરિવાર એક મંચ પર બેસીને પ્રજા સુખી અને સમૃદ્ધ થાય એવા આશીર્વાદ આપે છે અને ઉણ ગામના સ્વ વાધેલા ગોવુભા દીવાનસિંહજી ના આત્મા ને ભગવાન ચિર શાન્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી ને લોકો શોભાયાત્રા માં જોડાયા હતા ત્યારે આ ભાગવત કથા સપ્તાહ ૧૬/૫/૨૦૨૨ સુઘી સતત ચાલુ રહેશે જેનો લાહવો ગુજરાતભર ના લોકોને મળશે….અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ
તસવિર અને આહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ