મહેસાણા જિલ્લાના માર્ગો પર જય અંબેના નાદ સાથે યાત્રિકોનો ઘસારો

September 6, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાંથી હાલ વિવિધ મથકો અને ગ્રામીણ ક્ષેત્રોમાંથી અંબાજી મંદિર તરફ માંઈભક્તો પગપાળા પ્રયાણ કરી રહ્યા છે. જિલ્લાના મુખ્ય માર્ગો પર સંઘો અને પદયાત્રીઓ પસાર થતા જોવા મળી રહ્યા છે. સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી મંદિરના દર્શને નીકળેલા માંઈભક્તો જિલ્લામાંથી પસાર થતાં વચ્ચે આવતાં મંદિરોમાં પણ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આગામી દિવસમાં અંબાજી મંદિરે દર્શન માટે જિલ્લામાં ઠેરઠેરથી સંઘો અને રથો ખેંચીને ભક્તો પદયાત્રા કરી રહ્યા છે. આ સાથે માઇ ભક્તોની સેવા માટે વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી રહ્યા છે.

મહેસાણા જિલ્લાના વિસ્તારમાં અનેક સેવા કેમ્પો આવેલા છે. જેમાં વિસનગર શહેર ખાતે મહેસાણા પોલીસ દ્વારા સેવા કેમ્પનું આયોજન કર્યું છે. આ ઉપરાંત મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્યને લગતી સેવા કેમ્પોના આયોજનો કર્યા છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0