ઉત્તર ગુજરાતના લેઉવા પાટીદાર સમાજના સિનિયર સિટિઝનોની તીર્થયાત્રાનો પ્રારંભ આજે શંખલપુરથી કરાશે 

July 28, 2023

સિનિયર સિટિઝનની આ તીર્થયાત્રામાં 115 લકઝરી તથા 250 કારનો કાફલો આજે શંખલપુર પહોંચશે 

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના આ તીર્થયાત્રામાં 4000 સનિયિર સિટિઝનો જોડાયાં છે   

ગરવી તાકાત, મહેસાણા તા. 28- ઉત્તર ગુજરાતના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ ઇતિહાસ સર્જવા જઇ રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજના સિનિયર સિટીઝનોએ પ્રથમ તીર્થયાત્રાનો પ્રારંભ આજે સાંજે શુક્રવારે શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે આવેલા બહુચરાજી માતાના મંદિરે દર્શન કરીને તીર્થયાત્રાનો પ્રારંભ કરનાર છે.

ગુજરાતના પ્રખ્યાત તીર્થધામોની યાત્રામાં લેઉવા પાટીદાસ સમાજના 4 હજાર સિનિયર સિટિઝન આ તીર્થયાત્રાનો હિસ્સો બનનાર છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓને લઇને શંખલપુર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. શંખલપુરમાં આવેલા બહુચર માતાજીના મંદિરને રંગબેરંગી ફુગ્ગા અને રોશનીથી સજાવવામાં આવ્યું છે. તો મંદિરના ગર્ભગૃહને 5200 વર્ષ પહેલાં માતાજીના પ્રાગટ્ય સમયે વરખડીના વનમાં જેવો માહોલ હતો તેવી આબોહૂબ રચના કરવામાં આવી છે.

સિનિયર સિટિઝન પાટીદારોના આ તીર્થયાત્રા માટે તમામ સુવિધાઓ કરવામાં આવી છે. જેમાં તમામની સારસંભાળ, ખાવા પીવા, રહેવા સહિતની તમામ પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી છે. આ યાત્રાના પ્રવાસ માટે 115 લકઝરીઓ અને 250થી વધુ કારોનો કાફલો શંખલપુર ગામે પહોંચે તે અગાઉ શંખલપુર ગામની દિકરીઓ દ્વારા ફૂલોથી વધામણા કરવામાં આવશે. જેમાં 6,000થી વધુ લોકો જોડાનાર છે. મહા આરતી માટે સમગ્ર મંદિર તેમજ પરિસરમાં સાફ-સફાઈ તેમજ શાંતિથી બેસી શકાય તેવી સુંદર વ્યવસ્થા કરાઈ છે. હાલમાં વડીલોને સત્કારવા શંખલપુર ગામનાં નાના બાળકોથી લઇ મહિલાઓ અને વડીલો સમસ્ત ગ્રામજનો ભારે ઉત્સાહ અને ઉમંગ છવાયો છે.
પાટીદાર સિનિયર સિટિઝનનો લકઝરી બસો અને કારોનો કાફલો બહુચરાજી થઇ શંખલપુરમાં પ્રવેશ કરે તે અગાઉ ટ્રાફિકની સ્થિતિ ન સર્જાય તે માટેની પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.  તીર્થયાત્રીઓ પાટણ તરફથી નીકળી સાંજે 5:00 વાગે બહુચરાજી પધારે તે સમયે બેચર બહુચરાજી નગર અને તાલુકા પાટીદાર સમાજ દ્વારા પણ નારણપુરા વાડી ખાતે પાટીદાર વડીલોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવશે અને યુવાનો કાલરી રેલવે ફાટકથી શંખલપુર રેલવે ફાટક સુધી ટ્રાફિક વ્યવસ્થા જાળવશે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0