ભાદરવી પૂનમના મેળાને લઇ યાત્રાધામ અંબાજી મંદિર રોશનીથી ઝગમગ્યુ, વીમા કવચથી યાત્રિકોને સુરક્ષિત કરાયાં

September 21, 2023

ભાદરવી પૂનમના મેળાને લઇ યાત્રાધામ અંબાજી મંદિર રોશનીથી ઝગમગ્યુ, 20 વીમા કવચથી યાત્રિકોને સુરક્ષિત કરાયા, 20 કિ.મીમાં દુર્ઘટના બને તો…

યાત્રાધામ અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મહામેળો 23 સપ્ટેમ્બર થી શરુ થઇ રહ્યો છે

મંદિરમા દર્શન માટે પણ મહીલાઓ, સિનિયર સીટીઝનને દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે

ગરવી તાકાત, અંબાજી તા. 21 – યાત્રાધામ અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મહામેળો 23 સપ્ટેમ્બર થી શરુ થઇ રહ્યો છે, મેળામાં લાખો પદયાત્રીઓની સુખ સુવિધા માટે કરાયેલી વ્યવસ્થા અંગે આજે અંબાજી મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લાના પત્રકારો સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોંફ્રેન્સ યોજી પત્રકારોને માહિતગાર કર્યા હતા. જોકે આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે. તેને લઈ મેળામાં વરસાદથી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યા છે. જયારે મંદિરમા દર્શન માટે પણ મહીલાઓ, સિનિયર સીટીઝનને દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે. અંબાજી મંદીર ખાતે વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

જયારે મીડિયા માટે અલાયદો કંટ્રોલ રૂમ પણ શરુ કરાશે તથા અંબાજી મંદિરના દર્શન સોશ્યિલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે ખાસ કરીને આરોગ્ય 25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે જેમાં નીષ્ણાંત ડોક્ટરો ની પણ નિયુક્તિ આપવામાં આવી છે જયારે 256 જેટલા આરોગ્ય કર્મી પોતાની ફરજ બજાવશે 11 જેટલી 108 એમ્બુલેન્સ ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલેન્સ પણ તૈનાત કરવામાં આવી છે આ સાથે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પાણી ની પૂરતી વ્યવસ્થા મળી રહે ને પાર્કિંગ ની પૂરતી વ્યવસ્થા મળે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ વખતે ઓનલાઇન રજીસ્ટ્રેશન પદ્ધતિ માં સંઘો તેમજ સેવા કેમ્પો અને મીડીયા ને વાહન પાસ આપવામાં આવ્યા છે જયારે મેળા માં કાયદોને વ્યવસ્થા જળવાય તે માટે 6500 ઉપરાંત પોલીસ કર્મીઓ સાથે કેમેરા PTZ કેમેરા તેમજ બોડીવોન કેમેરા સાથે ખાનગી કેમેંટ મેનો મેળા દરમિયાન કાર્યરત થશે. ઉપરાંત ખાસ કરીને લોકો ને ઇમર્જન્સી માં 100 નંબર ડાયલ કરવાથી સ્થાનિકમાં જ તાકીદનો પોલીસ સંપર્ક થઇ શકશે.

અંબાજી આવતા માઈ ભક્તોને આ વખતે મહામેળામાં વીમા કવચથી સુરક્ષા અપાશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આઠ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. 20 kmના એરિયામાં ભક્તોને કંઈ પણ થાય તો તેનો લાભ માઈ ભક્તોને મળી શકશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0