પેટ્રોલના ભાવમાં 18.95% અને ડિઝલના 26.5% ભાવ બે વર્ષમાં વર્ધ્યા

December 16, 2022

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવમાં સતત ઘટાડા છતા પણ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ સતત ઉંચા રહ્યા તેના પર સરકારના જવાબથી અસંતુષ્ટ થઈને વિપક્ષોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. 

ગઈકાલે પ્રશ્નકાળ સમયે કાનૂનના પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ-ડિઝલના ઉંચા ભાવ અંગે સરકારની નીતિઓનો બચાવ કરતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય બાસ્કેટના બ્રેન્ટ-ક્રુડતેલના ભાવ નવે. 2020થી નવે 2022 વચ્ચે સતત ઉંચા રહ્યા છે તેની સામે પેટ્રોલના ભાવમાં આ બે વર્ષના સમયગાળામાં 18.5% નો અને ડિઝલના ભાવમાં 26.5% નો જ વધારો થયો છે.

તેની સામે સરકારે ઉપભોકતાઓને રાહત આપવા માટે સરકારે બે વખત 21 નવે. 2021 અને 21 મે 2022માં પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ ડયુટી ઘટાડી છે. જો કે વિપક્ષોએ આ મુદે સરકારના હાલના ક્રુડતેલ ભાવ ઘટાડા પર પ્રતિભાવ માંગ્યો હતો તે ન મળતા સભાત્યાગ કર્યો હતો.  રાજયસભામાં વિપક્ષોએ બેઠક મુદાઓ ઉઠાવવા કોશિશ કરી હતી અને સભા મોકુફીની દરખાસ્ત પણ આવી હતી પણ તે નકારાતા ઉપલા ગૃહમાં ભારે ધાંધલ ધમાલ સર્જાઈ હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0