પાટણ : પાટણમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપરત કર્યું મનરેગા યોજનામાં કથિત કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડને પદમુક્ત કરવાની માગ કરવામાં આવી છે. મનરેગા એ કેન્દ્ર સરકારની રોજગારલક્ષી યોજના છે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ચેક-ડેમ, રોડ-રસ્તા.

અને તળાવોના કામો દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે આ વર્ષે યોજના માટે 86,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું.આપના આરોપ મુજબ, મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ ખોટા બિલો રજૂ કરીને ગરીબ ગ્રામવાસીઓના કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. માત્ર ત્રણ ગામોમાં જ કરોડોનું કૌભાંડ સામે આવ્યું.

આપે તમામ જિલ્લાઓમાં આ કૌભાંડની તપાસ માટે વિશેષ નિષ્પક્ષ તપાસ સમિતિની રચનાની માગ કરી આવેદનપત્ર સુપરત કરવા આપના જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, સહ પ્રભારી જગદીશભાઈ પરમાર, શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


