પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોરને જીતાડવા અને ભાજપને હરાવવા પાટીદારોએ શપથ લીધા 

March 29, 2024

ફરી ગુંજ્યો અનામત આંદોલનનો મુદ્દો, પાટણમાં ઠાકોરને જીતાડવા પાટીદારોએ કેમ લીધા શપથ?

પાટીદાર અનામત આંદોલનનો મુદ્દે ફરી એકવાર લોકસભા ચૂંટણી પહેલા ગૂંજતો થયો

ગરવી તાકાત, પાટણ  તા. 29 – લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે ગુજરાતની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાતની સાથે જ ભડકો થયો છે. એવામાં હવે પાટણમાં પાટીદારોએ શક્તિ પ્રદર્શન કર્યું છે. પાટીદાર અનામત આંદોલનનો મુદ્દે ફરી એકવાર લોકસભા ચૂંટણી પહેલા ગૂંજતો થયો છે. ખાસ કરીને પાટણ લોકસભા બેઠક પર પાટીદાર અનામતનો મામલો ઉઠયો છે. પાટીદારો પર થયેલા અત્યાચારનો બદલો લેવા અહ્વાન કરાયું છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારની નિવેદનો અને શપથ લેતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ હાલ રાજકારણ ગરમાયું છે.

બદલો લેવાના જાહેરમાં લેવાયા સોગંધ – પાટણની જાહેરસભામાં લેવામાં આવ્યાં બદલો લેવાના સોગંધ. સોશિયલ મીડિયા પર આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છેકે, જાહેરસભામાં પાટીદારોએ કોંગ્રેસને મત આપવા સોગંધ લેવામાં આવ્યાં છે. પાટીદારોએ સદારામ,મા ઉમિયા તેમજ ખોડલ માના લીધા સોગંધ. પાટીદાર અનામત આંદોલનનો બદલો લેવા માટે આ જાહેરસભામાં સોગંધ લેવામાં આવ્યાં છે. જેમાં મંચ પરથી એવું કહેવામાં આવ્યું છેકે, આ એજ ભાજપ છે જેના લીધે પાટીદાર યુવાનો શહીદ થયા છે. છતાં ભાજપે કોઈ વચનો પુરા કર્યા નથી. તેથી તેનો બદલો લેવા માટે આ વખતે પાટણમાં ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી બદલો લેવાના સોગંધ પણ પાટીદારોએ લીધાં છે.

ચંદનજીને જીતાડી બદલો લેવા પાટીદારોએ આહ્વાન કર્યો – એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છેકે, છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપનો કોઈ આગેવાન પાટીદારોને પૂછવા પણ આવ્યો નથી. કોઈ રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી. અમારા પ્રશ્નોને કોઈ વાચા આપી રહ્યું નથી. તેથી અમે ભાજપ અને તેના ઉમેદવારનો વિરોધ કરીએ છીએ. એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે તેવા શપથ મંચ પરથી લેવામાં આવ્યાં છે.

ચંદનજીને જીતાડી બદલો લેવા પાટીદારોએ આહ્વાન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, ચૂંટણીપંચ આ અંગે હવે શું પગલાં લે છે તે પણ જોવું રહ્યું. કારણકે, આદર્શ આચારસંહિતાની વચ્ચે આ પ્રકારની રાજનીતિ, આ પ્રકારની ભાષણ બાજી, આ પ્રકારનો વાણીવિલાસ અને ઉશ્કેરણી જનક બાબતો, જે ચૂંટણી પ્રક્રિયાને સીધી અસર પહોંચાડી શકે છે તેના પર શું પગલાં લેવાશે તે જોવું રહ્યું…

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0