ગરવી તાકાત પાટણ : મકર સંક્રાંતિના તહેવાર પૂર્વે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટે ચાઈનીઝ દોરી અને માંઝાના વેચાણ તથા વપરાશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું આ જાહેરનામાના કડક અમલ માટે પાટણ SOGની ટીમે કાર્યવાહી કરી પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, SOGએ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા જડિયાની ખડકીમાં આવેલા મોઢેશ્વરી ગોલ્ડ પેલેસની એક દુકાન અને તિરુપતિ કોમ્પ્લેક્ષ પાછળ વિજય સિનેમા સામેના વિસ્તારમાં તપાસ કરવામાં આવી.
![]()
આ દરોડામાં પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ 153 ફીરકીઓ જપ્ત કરી જેની કુલ કિંમત ₹30,600 આંકવામાં આવી પોલીસે ભાવિક વિષ્ણુભાઈ સોનેજા (રહે. પદ્મનાથ ચોકડી પાસે, પાટણ) અને જયદીપજી ભરતજી જેણાજી ઠાકોર (રહે. સાલવી વાડો, પાટણ) નામના બે શખ્સોની અટકાયત કરી.

પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ B.N.S. કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે પાટણ સિટી એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પી.એસ.આઈ. ડી.કે. ચૌધરી અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી.


