પાટણ SOG પોલીસે અબલુવા ગામમાંથી એક નકલી ડૉક્ટરને ઝડપી પાડ્યો…

October 3, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ SOG પોલીસે અબલુવા ગામમાંથી એક નકલી ડૉક્ટરને ઝડપી પાડ્યો હુસૈનઅહમદ યુસુફભાઇ મસી નામનો આ શખ્સ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો પોલીસે તેની પાસેથી ₹8278.93નો મેડિકલ મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. SOG પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી આરોપી હુસૈનઅહમદ યુસુફભાઇ મસી હાલ રવિયાણા, તા. સરસ્વતી, જિ. પાટણ ખાતે રહે અને મૂળ ઇલોલ, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠાનો વતની.

ગુજરાતના આ શહેરમાંથી એક સાથે ઝડપાયા 16 મુન્નાભાઈ MBBS! બોગસ દવા આપી પડાવતા  હતા પૈસા

તે અબલુવા ગામે બસ સ્ટેશન ઉપર આવેલી એક દુકાનમાં પોતાને ડૉક્ટર તરીકે રજૂ કરતો તેની પાસે દર્દીઓને તપાસવા કે દવા આપવા માટેની કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોવા છતાં તે બીમાર લોકોને એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શનો આપીને ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો આ રીતે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો.

પાટણ SOG પોલીસે રોહિત નગર વિસ્તારમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો  કર્યો પર્દાફાશ… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

SOG પોલીસે દરોડો પાડીને આ નકલી ડૉક્ટરને ઝડપી પાડ્યો તેની પાસેથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ પ્રેક્ટિસમાં વપરાતા વિવિધ સાધનો સહિત કુલ ₹8278.93નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે આરોપી હુસૈનઅહમદ યુસુફભાઇ મસીની ધરપકડ કરીને કાયદેસરના પગલાં ભર્યા આ કાર્યવાહી દ્વારા મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક સંદેશ આપવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0