ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામે મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા એક શખ્સને પાટણ SOG શાખાએ ઝડપી પાડ્યો પોલીસે બાતમીના આધારે જૂની દૂધ ડેરી સામે આવેલી દુકાનમાં દરોડો પાડ્યો આ કાર્યવાહી દરમિયાન, પાટણના મૂળ અમરાપુરના રહેવાસી ચેતનભાઈ જયંતિભાઈ પ્રજાપતિ કોઈ શૈક્ષણિક લાયકાત વિના બીમાર લોકોને તપાસી એલોપેથીક દવાઓ.
![]()
અને ઈન્જેક્શન આપતા રંગેહાથ પકડાયા તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા પોલીસે ઘટનાસ્થળેથી ટેબલ, ખુરશી, પેશન્ટ માટેનો પલંગ, એલોપેથીક દવાઓનો જથ્થો, પિન્ટાવિલ કેપ્સ્યુલ, મોક્સિવિલ ટેબ્લેટ, નેવિક્રસ સિરપ, આઈ.વી. સેટ, સ્ટેથોસ્કોપ અને બીપી માપવાના મશીન સહિત કુલ ₹15,559.04નો મુદ્દામાલ કબજે કર્યો.
![]()
પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે માત્ર અનુભવ અને અનુમાનના આધારે રોજના 10થી 12 દર્દીઓની સારવાર કરતો આ મામલે SOG કોન્સ્ટેબલ ભરતજી હમીરજીની ફરિયાદના આધારે સમી પોલીસ સ્ટેશનમાં B.N.S.ની કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.


