ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી (લક્ષ્મીપુરા) ગામે કોઈ પણ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને પાટણ SOG શાખાએ ઝડપી પાડ્યો પોલીસે આરોપી પાસેથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત કુલ ₹4186.86નો મુદ્દામાલ જપ્ત કર્યો SOG શાખાના પોલીસ કર્મચારીઓ વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા તે દરમિયાન તેમને બાતમી મળી કે વદાણી ગામના ખાડિયા વિસ્તારમાં એક વ્યક્તિ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો.
![]()
આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી ખાડિયા વિસ્તારની એક દુકાનમાં રેડ કરી દુકાનમાં તપાસ કરતા ટેબલ, ખુરશી અને પલંગ સાથે મેડિકલ સેટઅપ મળી આવ્યું સ્થળ પર હાજર વ્યક્તિની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભાસ્કરભાઈ મણીલાલ મિસ્ત્રી (રહે. પંચરત્ન સોસાયટી, બ્લોક નં-07, પાટણ) જણાવ્યું પોલીસે મેડિકલ પ્રેક્ટિસ અંગેના આધાર-પુરાવા માંગતા, તેણે પોતે માત્ર ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હોવાનું અને કોઈ લાયસન્સ ન હોવાની કબૂલાત કરી.

ભાસ્કરભાઈ મિસ્ત્રી કોઈ પણ લાયકાત વગર, માત્ર અનુભવ અને અનુમાનના આધારે દર્દીઓને એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શન આપી સારવાર કરતા પોલીસે દુકાનમાંથી ન્યુટ્રીઝાઈમ ડ્રોપ્સ, ઓફ્લોટાસ સીરપ, ડ્રીકોલ્ડ ડીએસ સીરપ, ઓગ્યુકા ડ્રાય સીરપ, ઇન્જેક્શન એલડરવિટ, બીપી માપવાનું મશીન અને સીરીંજ સહિત કુલ 15 પ્રકારની દવાઓ અને સાધનો જપ્ત કર્યા પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ સાથે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


