ગરવી તાકાત પાટણ : SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા જિલ્લાભરમાં ‘ઓપરેશન ગોગો સ્મોકિંગ’ ડ્રાઇવ હાથ ધરવામાં આવી આ તપાસ દરમિયાન 198 શંકાસ્પદ સ્થળોએ ચેકિંગ કરાયું 14 પાન પાર્લર અને સ્ટોર્સ પરથી નશીલા સેવનના સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી તેના ભાગરૂપે SOG ટીમે સમગ્ર જિલ્લામાં.

‘ઓપરેશન ગોગો સ્મોકિંગ’ અંતર્ગત સર્ચ ઓપરેશન હાથ ધર્યું આ કામગીરી દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા પાન પાર્લર, મેડિકલ સ્ટોર્સ, ચાની કીટલીઓ તેમજ કરિયાણાના સ્ટોર સહિત કુલ 198 સ્થળો પર ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું તપાસ દરમિયાન કુલ 14 સ્થળો પરથી વાંધાજનક અને નશીલા સેવન માટે ઉપયોગમાં લેવાતા પદાર્થોનો જથ્થો મળી આવ્યો.

જેમાં ખાસ કરીને ગોગા સ્મોકિંગ રોલ્સ, ફિલ્ટર રોલિંગ પેપર્સ અને અન્ય નશીલા કેફી પદાર્થોના સેવન માટે વપરાતી સામગ્રીનો સમાવેશ થાય SOG ની ટીમે આ તમામ પ્રતિબંધિત સામગ્રી કબ્જે કરી જવાબદાર સંચાલકો સામે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રાખી નશાના કારોબાર સાથે જોડાયેલા નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું.


