ગરવી તાકાત પાટણ : પાટણ SOG પોલીસે સમી વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક આરોપીની ધરપકડ કરી આ કાર્યવાહી બનાસકાંઠા રેન્જ આઈજી અને પાટણ પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે મળેલી સૂચનાના આધારે, SOG પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ SOG ટીમ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી.

પેટ્રોલિંગ દરમિયાન, ખાનગી અને વિશ્વસનીય સૂત્રો પાસેથી બાતમી મળી સમીના શેખસલા તલાવડી પાસેના કાચા રસ્તા પર એક વ્યક્તિ દેશી બનાવટની બંદૂક સાથે ફરી રહ્યો આ બાતમીના આધારે SOG ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા, ગેરકાયદેસર પાસ-પરવાનગી વગરની એક દેશી બંદૂક સાથે એક ઇસમ મળી આવ્યો પોલીસે આરોપી પાસેથી ₹2500ની કિંમતની બંદૂક જપ્ત કરી.
![]()
પકડાયેલા આરોપીની ઓળખ જુમ્માભાઈ સલીમભાઈ હાજીભાઈ સિંધી (રહે. સમી એકતાનગર, તા. સમી, જી. પાટણ) તરીકે થઈ આરોપી વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ-25(1-બી)એ અને જીપી એક્ટ કલમ-135 મુજબ ગુનો નોંધી, વધુ કાર્યવાહી માટે તેને સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.


