ગરવી તાકાત પાટણ : પાટણ શહેરના સિદ્ધચકની પોળમાં આવેલા એક બંધ મકાનમાં માસ્ટર કીનો ઉપયોગ કરીને લાખોની ચોરી કરનાર શખ્સને પાટણ એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો આરોપીએ અગાઉ આ ઘરમાં ગીઝર રિપેરિંગના બહાને ચાવી ચોરી પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને વાસણો સહિત કુલ રૂ. 2,76,400 નો મુદ્દામાલ કબજે કર્યો મુંબઈ સ્થિત કુશલભાઈ મનોજભાઈ નવીનચંદ્ર સંઘવીએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તેમની ફરિયાદ મુજબ, પાટણ સ્થિત તેમના વડીલોપાર્જિત મકાનમાં 27/12/2025 થી 23/01/2026 દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તાળું તોડ્યા વગર પ્રવેશ કરી સોનાની ચેઈન, ચાંદીના સિક્કા, પૂજાના સાધનો અને પિત્તળ-જર્મન સિલ્વરના વાસણોની ચોરી કરી.

આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી તપાસ દરમિયાન એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે પાટણના ચાયરીયા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય જીતેન્દ્ર દિનેશભાઈ કાંતીલાલ મોદીને ઝડપી પાડ્યો આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આશરે એક વર્ષ અગાઉ તે ફરિયાદીના ઘરે ગીઝર રિપેરિંગ કરવા ગયો તે સમયે તેણે ઘરની એક ચાવી ચોરી લીધી ફરિયાદી મુંબઈ રહેતા હોવાથી મકાન બંધ રહેતું જેનો લાભ ઉઠાવી આરોપીએ પોતાની પાસે રહેલી ચાવીથી ઘર ખોલ્યું.

ઘરમાં પ્રવેશ કર્યા બાદ તેણે લોખંડની તિજોરી અને કબાટ કાપવા માટે ઈલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીનનો ઉપયોગ કર્યો ચોરી કર્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે તેણે પાટણ બજારમાંથી નવું તાળું લાવી ઘરને મારી દીધું આરોપીએ કબૂલ્યું કે તે છેલ્લા એક માસથી દિવસ કે રાત્રિના સમયે રેકી કરી ચોરી કરતો પોલીસે આરોપી પાસેથી 10 ગ્રામ સોનાની લગડી (કિંમત રૂ. 1,25,000), 400 ગ્રામ ચાંદી (કિંમત રૂ. 1,25,000), પિત્તળના તપેલા, થાળી અને વાટકા, જર્મન સિલ્વરના વાસણો તેમજ ચોરીમાં વપરાયેલ ઈલેક્ટ્રિક કટર સહિત કુલ રૂ. 2,76,400 નો મુદ્દામાલ રિકવર કર્યો હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગુનામાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી.


