પાટણ પેરોલ-ફર્લો સ્કવોડે વેજલપુર મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને ઉનાવા ખાતેથી ઝડપી પાડ્યો…

February 16, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોડે વેજલપુર મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા એક કેદીને ઉનાવા ખાતેથી ઝડપી પાડ્યો આ કેદી પેરોલ રજા પરથી ફરાર થયો પોલીસે તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલા કેદીનું નામ લતીફ ઇસ્માઇલ સૈયદ જે પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટોમાઢનો રહેવાસી તે વર્ષ 2009ના વેજલપુર પોલીસ સ્ટેશનના IPC કલમ 302 મુજબના મર્ડર કેસમાં સંડોવાયેલો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

કેદી લતીફ સૈયદને 26 ડિસેમ્બર, 2025ના રોજ પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું પરંતુ તે હાજર ન થતાં ફરાર થઈ ગયો ગુજરાતની જેલોમાંથી ફરાર થયેલા કેદીઓને પકડવા માટે અપાયેલી સૂચનાના આધારે પાટણ પેરોલ-ફર્લો સ્ક્વોડ ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરી રહી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉનાવા ખાતેથી લતીફ સૈયદને પકડી પાડ્યો.

Patan Police Nab Fugitive Prisoner From Unava | Ahmedabad Jail

પોલીસે તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(જે) હેઠળ અટકાયત કરી આરોપીને બાકીની સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવાની કાર્યવાહી ચાલી રહી આ કામગીરીમાં પેરોલ-ફર્લો સ્કવોડના પીએસઆઈ એન.પી. મંડલી સહિત જયંતીભાઈ, કમલેશભાઈ, પ્રવિણસિંહ, સતિષકુમાર, અનુપસિંહ, પ્રદીપસિંહ અને દિલીપસિંહ જોડાયા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0