ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચએ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ વડલારા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો LCBએ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹3,22,893/-ની કિંમતના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડ્યા આ ચોરીની ઘટનામાં, અલ્હાબાદ (વડલારા) ગામના મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરેથી ₹58,000/-ના સોના-ચાંદીના દાગીના અને ₹1,00,000/- રોકડની ચોરી થઈ આ ઉપરાંત, પંચાલ જીવાભાઈ ગોરધનભાઈના ઘરેથી.

₹12,000/- રોકડ, ₹19,000/-ના સોના-ચાંદીના દાગીના અને ₹2,000/-ની સોનાની વીંટી સહિત કુલ ₹1,91,000/-ની ચોરી થઈ હતી.LCB ટીમને બાતમી મળી કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ઈસમો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા માટે રાધનપુર તાલુકાના અરજણસર ગામના તળાવમાં ભેગા થયા આ બાતમીના આધારે પોલીસે ખાનગી વોચ ગોઠવી ચાર ઈસમોને પકડી પાડ્યા પૂછપરછ કરતા પકડાયેલા ઈસમોએ સહઆરોપી ઠાકોર સવસીભાઈ ઉર્ફે અરવિંદ પુનાભાઈ (રહે. અરજણસર)ની મદદગારીથી.
![]()
21/11/2025 ના રોજ અલ્હાબાદ (વડલારા) ગામે મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરે ચોરી કર્યાની કબૂલાત કરી આરોપી ઠાકોર સંજય ઉર્ફે જીગર અમરતભાઈ અને ઠાકોર સાગર ઉર્ફે ભાણો ગણેશભાઈ અલ્હાબાદ ગામના વતની હોવાથી તેમણે ફરિયાદીના ઘરની રેકી કરી ફરિયાદી અમદાવાદ ગયા હોવાની જાણ થતાં તેમણે સહઆરોપીઓ સાથે મળીને ચોરી કરી ચોરી કરેલા દાગીનાઓ પૈકી ચાંદીના છતર ઓગાળીને તેના ચોરસા બનાવી દીધા જેથી સોની બજારમાં સરળતાથી વેચાણ કરી શકાય.


