પાટણમાં વૃધ્ધ મહિલાની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી પાટણ LCB પોલીસ…

June 11, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરના સંખારી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં થયેલી વૃદ્ધા ગોદાવરીબેનની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો પોલીસે આરોપી યોગેશકુમાર રતીલાલ મકવાણાની ધરપકડ કરી આરોપી મૃતકનો ભત્રીજો જમાઈ હોવાનો આવ્યો બાહર. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે 6 જૂન, 2025ના રોજ ગોદાવરીબેનનો મૃતદેહ મળ્યો હતો.

Gujarat Patan Vrindavan Society Murder Case Photos Videos; Elderly Woman  Godavariben Parmar Killed Nephew Son In Law Arrested Economic Hardship | પાટણમાં  ફોઈ સાસુનું કાસળ કાઢી ચોરી કરનાર ઝડપાયો ...

શરૂઆતમાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધાયો પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ડીવાયએસપી કે.કે. પંડ્યાના જણાવ્યા મુજબ, આરોપી મહેસાણાના શિવમ હેરિટેજ સોસાયટીનો રહેવાસી છે. તે આર્થિક સંકડામણ અને દેવામાં હતો. ગોદાવરીબેન સાથે ઘરકંકાસનું મનદુઃખ હતું.

તેમની પાસે રોકડ અને દાગીના હોવાની જાણકારી હોવાથી, આરોપીએ બપોરના સમયે એકલતાનો લાભ લઈ હત્યા કરી. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂ. 5,03,008ની કિંમતના સોનાના દાગીના અને રૂ. 5,000નો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. હાલ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વધુ તપાસ કરી રહી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0