પાટણ LCB પોલીસે યશ ધામ ફ્લેટમાંથી જુગાર રમતા 6 શખ્સોને દબોચ્યા…

July 18, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ એલસીબી પોલીસે શહેરના યશ ધામ ફ્લેટમાં દરોડો પાડીને જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી.

Patan Police,વેપારીનું અપહરણ કરવા બદલ પાટણના ચાર પોલીસકર્મીઓ સામે થઈ FIR -  four patan cops booked for kidnapping ahmedabad grocer - Iam Gujarat

યશ ધામ ફ્લેટના બ્લોક એ-11માં રહેતા નિલેશભાઈ ત્રિવેદીના ઘરે જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો આ દરોડામાં નિલેશભાઈ સહિત રાજેશભાઈ દવે, કિરણભાઈ દવે, કરણકુમાર દરજી, હર્ષ રાજગોર અને અમિત દરજીને પકડી પાડવામાં આવ્યા.

રાજકોટ જિલ્લામાં ૧૦ સ્થળોએ જુગાર રમતા ૭૧ શકુની ઝડપાયા - Gujarat News News

આરોપીઓ પાસેથી રોકડ રૂ. 20,300, કિંમત રૂ. 17,000ના 4 મોબાઈલ ફોન, કિંમત રૂ. 30,000ની 3 મોટરસાઈકલ અને 52 ગંજીપાના મળી કુલ રૂ. 67,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0