ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર નેશનલ હાઈવે પરથી ટ્રકમાં બટાકાની આડમાં લઈ જવાતા રૂ.46,02,960નાં દારૂનાં જથ્થા સાથે પાટણ એલસીબીએ એક આરોપીને ઝડપી પાડ્યો માત્ર 2025નાં વર્ષમાં રેકોર્ડ બ્રેક રૂ.6 કરોડનો જિલ્લામાંથી દારૂનો જથ્થો પકડાયો જેમાં 109 આરોપી પોલીસે પકડ્યા પાટણ એલસીબીની ટીમ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી બાતમીના આધારે પોલીસે સુજાણપુર પાટિયા નજીક પાલનપુરથી મહેસાણા તરફ જતી ટ્રક (RJ-19-GK-4666)ને રોકી.

ટ્રકમાં તપાસ કરતા બટાકાના 80 કટ્ટા નીચે છુપાવેલી પરપ્રાંતીય દારૂની કુલ 7,812 બોટલો મળી આવી પોલીસે ટ્રક ચાલક પપ્પુરામ ઉર્ફે પવન જેતારામ જાટ (રહે.કાલાથલ, રાજસ્થાન ) ની ધરપકડ કરી આ ગુનામાં દારૂ મોકલનાર જોધપુરના પ્રધાન જાટ અને મહેસાણાના અન્ય એક અજાણ્યા શખ્સને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી.

પોલીસે રૂ. 46,02,960નો દારૂ, ટ્રક, બટાકા, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ.56,23,210નો મુદ્દામાલ જપ્ત કર્યો એલસીબી પી.આઇ રાકેશ ઉનાગરે જણાવ્યું હતું કે દારૂનો જથ્થો પંજાબથી ભરાયો હરિયાણા, રાજસ્થાન થઈ બનાસકાંઠા બોર્ડરથી આવી રહ્યો દારૂ લાવવા માટે અમૃતસર ભારતમાલા હાઇવેનો ઉપયોગ થયો જે મહેસાણા પહોંચાડવાનો.


