ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે રાધનપુર-ચાણસ્મા સ્ટેટ હાઇવે પર મહત્વપૂર્ણ નિર્ણય લીધો ગોચનાદ નજીક બનાસ નદી પર આવેલા 1965માં બનેલા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જૂના બ્રિજ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. કલેકટરે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-33(1)(ખ) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે.

ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. હવે આવા વાહનોએ રાધનપુર-સીનાડ-ઉણ-થરા-ટોટાણા-રોડા-વેજાવાડા-બોરતવાડા-હારીજ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમ 11 જુલાઈથી 8 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે.

જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. હેડ કોન્સ્ટેબલથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને નિયમ ભંગ કરનાર સામે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.


