પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી નોંધણી સરપંચ માટે 96 અને સભ્યો માટે 108 ફોર્મ ભરાયા

June 6, 2025

પાટણ : પાટણ જિલ્લામાં 22 જૂને યોજાનારી 380 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધણીનું કાર્ય ચાલી રહ્યું છે. ગુરુવારે સરપંચ પદ માટે 96 અને સભ્ય પદ માટે 108 ફોર્મ ભરાયા છે. છેલ્લા ચાર દિવસમાં સરપંચ માટે કુલ 127 અને સભ્ય માટે 124 ઉમેદવારી પત્રો નોંધાયા છે. પાટણ તાલુકામાં સૌથી વધુ ઉમેદવારી નોંધાઈ છે. અહીં 52 ગ્રામ પંચાયત માટે સરપંચના 26 અને સભ્યના 42 મળી કુલ 68 ફોર્મ ભરાયા છે.

Prosperity through Panchayats - Daily Excelsior

રાધનપુરની 9 ગ્રામ પંચાયતમાં હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું નથી. હારીજમાં 35 ગ્રામ પંચાયત પૈકી પાંચ ગામમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે. રાજુસરા ગામમાં પ્રથમ વખત સરપંચની ચૂંટણી યોજાઈ રહી છે. ગામમાં સમરસતા જળવાય તે માટે પાંચ ઉમેદવારોના નામની ચિઠ્ઠી બનાવવામાં આવી.

Candidacy registration for Gram Panchayat elections in Patan district | પાટણ  જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી નોંધણી: સરપંચ માટે 96 અને સભ્યો  માટે 108 ફોર્મ ભરાયા ...

દલિત યુવાન રાઠોડ ધુડાભાઈના હાથે ખોલાયેલી ચિઠ્ઠીમાં સરપંચ તરીકે રાજા જુમાભાઈ અને ઉપસરપંચ તરીકે રાજા હકીમભાઈનું નામ નીકળ્યું. જશોમાવ ગામમાં પણ સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે. અહીં અઢી-અઢી વર્ષની સમજૂતી સાથે દિનેશજી કડવાજી ઠાકોર અને પુનાજી રત્નાજી ઠાકોરને સરપંચ તરીકે નક્કી કરવામાં આવ્યા છે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 9 જૂન છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0