ગરવી તાકાત પાટણ : પાટણ ચૌધરી સમાજે પાલનપુર હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ સાથે પાટણ કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર સુપરત કર્યું આ આવેદનપત્રમાં નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ, કડક કાયદાકીય કાર્યવાહી તથા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી આ ઘટના 20 ડિસેમ્બર, 2025ના રોજ પાલનપુર-અમદાવાદ હાઈવે પર બની આ એક પૂર્વયોજિત અને ગંભીર હત્યાનો બનાવ હોવાનું જણાવાયું જેણે જાહેર વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા અંગે ચિંતા ઉભી કરી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના રહેવાસી ભરતભાઈ ગણેશભાઈ ચૌધરી પર તલવાર, ધોકા અને લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું તેમના મિત્ર નીતિન ચૌધરીને પણ ગંભીર ઇજાઓ પહોંચી પોલીસ તપાસ મુજબ, આ હુમલો જાનથી મારી નાખવાના સ્પષ્ટ ઇરાદાથી.
![]()
અને પૂર્વયોજિત રીતે કરવામાં આવ્યો આ સંદર્ભે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ભાર્ગવ ઉર્ફે લાલો નિમેષભાઈ માળી સહિતના આરોપીઓ સામે FIR નોંધવામાં આવી મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો માળી સામે અગાઉ પણ કુલ 7 ગંભીર ગુનાઓ નોંધાયેલા પાટણ ચૌધરી સમાજના આગેવાનો હરેશભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી અને પ્રવીણભાઈ ચૌધરી સહિતના સભ્યોએ કલેક્ટર તુષાર ભટ્ટ સમક્ષ આ રજૂઆત કરી.


