ગરવી તાકાત બનાસકાંઠા : પાલનપુર તાલુકા પોલીસે દિવસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો પોલીસે ચોરી થયેલા સોનાના દાગીના સાથે એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો આ ગુનો બી.એન.એસ. કલમ 331(3) અને 305(અ) હેઠળ તા. 02/10/2025ના રોજ નોંધવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી.

જેના પગલે ડૉ. જે.જે. ગામીત, નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ, અને એમ.આર. બારોટ, પોલીસ ઇન્સ્પેક્ટર, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ નેત્રમ શાખાના કેમેરાની મદદથી ટેકનિકલ એનાલિસિસ.
![]()
અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી કૌશિકકુમાર દિનેશભાઈ રાવળને પકડી પાડ્યો. પોલીસે ચોરીમાં ગયેલા સોનાના દાગીના, જેમાં એક સોનાનું મંગળસૂત્ર, ત્રણ સોનાની બંગડીઓ અને એક સોનાનું લોકેટનો સમાવેશ થાય છે, તે રિકવર કર્યા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને વધુ તપાસ ચાલી રહી.


