ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકા પોલીસે પાલનપુર,વડગામ અને અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાંથી થયેલી બાઇક ચોરી પાછળ એક જ શખ્સ સંડોવાયેલો હોવાનું બહાર આવતા પોલીસે એક આરોપીને ઝડપી તેની પાસેથી ચાર ચોરીની બાઇકો કબજે કરી પાલનપુર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ધાંધલ્યાની સૂચનાથી પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તાર સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું.

પેટ્રોલિંગ દરમિયાન રામપુરા વડલા નજીકથી મહેશભાઈ ઓપીયાભાઈ ખૈર (રહે.વેરાકાતરા, તા.કોટડા છાવણી જી.ઉદેપુર,રાજસ્થાન)ને બાઇક સાથે ઝડપી પાડ્યો બાઇક ના કાગળ માગતા તેની જોડે નહોતા. પોલીસને શંકા જતા બાઇક નંબર પોઇન્ટ ઓફ એપ્લિકેશનમાં નાખીને ચેક કરતા આ બાઈક એક મહિના પહેલા પાલનપુર તાલુકાના માડકા ગામથી ચોરાયેલું હોવાનું જાણવા મળ્યું અને ચોરીનો ગુનો પણ નોંધાયેલો.

પોલીસે તેને ઝડપી વધુ પૂછપરછ કરતા આરોપીએ પાલનપુર, વડગામ તેમજ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી આરોપી વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન, વડગામ પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેરના રખીયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાઈ પોલીસે 4 બાઇક કબજે લીધા, જીજે-08-બીપી-4011, જીજે-08-એએ-8386, જીજે-08-સીડી-5692 અને જીજે-27-સીપી-4152 નંબરના બાઈકો ઝડપી પાડ્યા.


