પાલનપુર નગરપાલિકાએ સીમલા ગેટ વિસ્તારમાં પ્લાસ્ટિક વપરાશ અને ગંદકી બદલ કરી કાર્યવાહી

May 22, 2025

પાલનપુર : પાલનપુર નગરપાલિકાએ શહેરમાં પ્લાસ્ટિક વપરાશ અને ગંદકી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી નગરપાલિકાએ સીમલા ગેટથી રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને સેનિટેશન શાખાની ટીમે લારી-ગલ્લા અને દુકાનોમાં તપાસ કરી આ દરમિયાન પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ અને જાહેરમાં ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા 3 મહિનામાં નગરપાલિકાએ 250 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કર્યું પ્લાસ્ટિક વપરાશ બદલ વેપારીઓ પાસેથી ₹1.5 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો.

Fine of ₹2.5 lakh collected for plastic usage and littering in Shimla Gate  area | પાલનપુર નગરપાલિકાની કડક કાર્યવાહી: સીમલા ગેટ વિસ્તારમાં પ્લાસ્ટિક  વપરાશ અને ગંદકી બદલ ₹2.5 ...

આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવનારા લોકો પાસેથી ₹1 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો નગરપાલિકાની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો આ અભિયાન હેઠળ પ્લાસ્ટિકની થેલીમાં ચીજવસ્તુઓનું વેચાણ કરતા તમામ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. આ અંગે પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા ત્રણ માસથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલું છે. જેમાં ત્રણ માસના સમયગાળામાં 250 કિલો કરતા વધારે પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તેમજ દોઢ લાખથી વધારે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિઓ પાસેથી એક લાખ ઉપરાંત દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ જુદી જુદી સ્વચ્છીક સંસ્થાઓ સાથે પણ બેઠકો કરી તેમને પણ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. જ્યારે શહેરની 25 જેટલી સોસાયટીઓ પણ આ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાયેલી છે. આમ પાલનપુર પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં આગામી દિવસોમાં પણ વધુમાં વધુ સારી રીતે ચલાવવામાં આવશે અને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0