તથ્યનો હરિ શાંતિ બંગલો: પિતા પર ડાંગ અને મહેસાણામાં પણ અપરાધો નોંધાયા છે
ગરવી તાકાત, અમદાવાદ તા. 20- 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મ હાઉસની સામે આલીશાન બંગલોમાં રહે છે. આ બંગલાનું નામ હરે શાંતિ છે. પણ હરે શાંતિમાં રહેતા તથ્ય પટેલે ગોઝારો અકસ્માત સર્જી 9 પરિવારની શાંતિ હણી લીધી છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વૈભવી કાર અને વૈભવી બંગ્લા સહિતની સમૃદ્ધિમાં મહાલતો તથ્ય હવે જેલના સળિયા પાછળ ધકેલવાનો વારો આવ્યોં છે. સુખ સમૃદ્ધિમાં ઉછળતું જીવન ક્યારે કેવી રીતે વેરવિખેર થઇ જાય છે તેનો કોઇ ચોક્કસ સમય હોતો નથી.
અકસ્માત થયાની ગણતરીની કલાકોમાં જ પરિવાર બંગલામાંથી ગાયબ થઈ ગયો છે. તથ્ય પટેલને સામાન્ય ઈજા પહોંચી તથ્ય પટેલને મેજર ઈજા પહોંચી નથી. સામાન્ય ઈજા પહોંચતા તેની સારવાર ચાલી રહી છે. જેવો તથ્ય સ્વસ્થ થશે એટલે પોલીસ તેની ધરપકડ કરશે. ઉલ્લેખનીય છે કે આ નબીરો જેગુઆર ચલાવતો હતો ત્યારે કારમાં એક યુવતી અને એક અન્ય વ્યક્તિ પણ હતી. તથ્ય પટેલ સાબરમતી યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરી રહ્યો છે. તથ્યની ઉંમર 19 વર્ષની છે.
તથ્યના પિતા વિરુદ્ધ નોંધાયેલા ગુના
તથ્યના પિતા સામે અમદાવાદના સોલામાં બે ફરિયાદ નોંધાઇ છે તો શાહપુરમાં 1 ફરિયાદ નોંધાઇ છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં 1 ફરિયાદ નોંધાઇ છે. મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં પણ એક ફરિયાદ નોંધાયેલી છે. તો ડાંગમાં એનસી ફરિયાદ નોંધાઇ છે. જયારે મહેસાણામાં પણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


