— કોટનમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9763 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9067 કરોડનું ટર્નઓવર: ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.34 કરોડનાં કામકાજ :
ગરવી તાકાત મુંબઈ : મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,17,956 સોદાઓમાં કુલ રૂ.18,863.77 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9762.56 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9066.75 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 82,670 સોદાઓમાં કુલ રૂ.4,635.80 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,262ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,280 અને નીચામાં રૂ.49,971ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.118 ઘટી રૂ.50,110ના ભાવે પહોંચ્યો હતો.
આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.55 ઘટી રૂ.40,302 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.5,012ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,305ના ભાવે ખૂલી, રૂ.113 ઘટી રૂ.50,210ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,174ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,174 અને નીચામાં રૂ.54,533ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31 ઘટી રૂ.55,004ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.65 ઘટી રૂ.55,590 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.59 ઘટી રૂ.55,649 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 15,883 સોદાઓમાં રૂ.2,345.19 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 વધી રૂ.204.30 અને જસત જુલાઈ વાયદો રૂ.0.75 ઘટી રૂ.263ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.7.30 ઘટી રૂ.607.30 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.85 વધી રૂ.171ના ભાવ થયા હતા. એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 31,777 સોદાઓમાં કુલ રૂ.2,747.63 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,660ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,833 અને નીચામાં રૂ.7,559ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.181 વધી રૂ.7,776 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.90 ઘટી રૂ.521 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 508 સોદાઓમાં રૂ.33.94 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જુલાઈ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.41,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.41,990 અને નીચામાં
રૂ.41,400ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 વધી રૂ.41,730ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11 ઘટી રૂ.1004.90 થયો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,322.20 કરોડનાં 4,628.700 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,313.60 કરોડનાં 419.445 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,624.18 કરોડનાં 21,31,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,123 કરોડનાં 21305000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.20.45 કરોડનાં 4975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.13.49 કરોડનાં 133.2 ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,366.864 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,206.696 ટન, ક્રૂડ તેલમાં 585800 બેરલ અને નેચરલ ગેસમાં 6930000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 38075 ગાંસડી, મેન્થા તેલમાં 622.08 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.34.46 કરોડનાં 498 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 13,880ના સ્તરે ખૂલી, 29 પોઈન્ટ ઘટી 13,846ના સ્તરે હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,066.75 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.645.95 કરોડ, ચાંદી તથા ચાંદી- મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.74.62 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,781.39 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,563.95 કરોડનાં કામકાજ થયાં હતાં.
આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.136.98 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જુલાઈ રૂ.7,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.82 ખૂલી, ઊપરમાં રૂ.164.50 અને નીચામાં રૂ.30.30 રહી, અંતે રૂ.61.90 વધી રૂ.126.50 થયો હતો. જ્યારે સોનું જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.231 ખૂલી, ઊપરમાં રૂ.247 અને નીચામાં રૂ.180 રહી, અંતે રૂ.32.50 ઘટી રૂ.209 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.26.50 ખૂલી, ઊપરમાં રૂ.28.55 અને નીચામાં રૂ.20.10 રહી, અંતે રૂ.1.60 ઘટી રૂ.22.35 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.580 ખૂલી, ઊપરમાં રૂ.605.50 અને નીચામાં રૂ.512 રહી, અંતે રૂ.7.50 વધી રૂ.591 થયો હતો. ચાંદી- મિની ઓગસ્ટ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.445 ખૂલી, ઊપરમાં રૂ.607 અને નીચામાં રૂ.436.50 રહી, અંતે રૂ.40 વધી રૂ.590 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ
તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.7,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.51.90 ખૂલી, ઊપરમાં રૂ.101.50 અને નીચામાં રૂ.12.20 રહી, અંતે રૂ.83.80 ઘટી રૂ.26 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.50 ખૂલી, ઊપરમાં રૂ.23.70 અને નીચામાં રૂ.17 રહી, અંતે રૂ.2.10 વધી રૂ.22.05 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.380 ખૂલી, ઊપરમાં રૂ.510 અને નીચામાં રૂ.351.50 રહી, અંતે રૂ.94.50 વધી રૂ.466 થયો હતો.
સોનું-મિની જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.340.50 ખૂલી, ઊપરમાં રૂ.490 અને નીચામાં રૂ.240 રહી, અંતે રૂ.103 વધી રૂ.443.50 થયો હતો. ચાંદીઓગસ્ટ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5,610 ખૂલી, ઊપરમાં રૂ.5,870 અને નીચામાં રૂ.5,560 રહી, અંતે રૂ.306.50 વધી રૂ.5,669 થયો હતો.
અહેવાલ : નૈમિષ ત્રિવેદી – મુંબઈ